
- ગુજરાત હાઈકોર્ટે પીઆઈને દંડ ફટકાર્યો,
- સત્તાના દૂરૂપયોગની છૂટ ન આપી શકાયઃ હાઈકોર્ટ,
- કારમાં બેઠેલા વકીલને કોઈ કારણ વિના પીઆઈએ લાત મારી હતી,
સુરત: શહેરમાં ડિંડોલી વિસ્તારમાં રાતના સમયે રોડ સાઈડ પર કાર પાર્ક કરીને વકીલ હિરેન નાઈ પોતાના મિત્રો સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યારે પેટ્રોલિંગમાં નિકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે.સોલંકીએ કંઈ પણ પૂછ્યા વગર સીધા લાત મારવા લાગ્યા હતા અને એટ્રોસિટી થાય એવા અપશબ્દો બોલ્યા હતા. આ અંગે વકીલે હાઈકોર્ટમાં રિટ કરી હતી, આ કેસમાં હાઈકોર્ટે કોઇપણ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારનારા પીઆઇને 3 લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઇને આજીવન યાદ રહેવું જોઇએ
આ બનાવની વિગતો એવી હતી કે, સુરતના ડિંડોલીમાં એડવોકેટ હિરેન નાઈ કારમાં મિત્રો સાથે બેઠા હતા. ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.જે. સોલંકીએ ત્યાં આવીને કંઇપણ પૂછ્યા વગર સીધા લાત મારવા લાગ્યા હતા અને એટ્રોસિટી થાય તેવા અપશબ્દો બોલ્યા હતા. આ ઘટનાના વિડિયો પણ વાયરલ થયા હતા. આ અંગે વકીલે પોલીસ સ્ટેશનમાં પીઆઈ સામે ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા પણ પોલીસે પીઆઇ સામે ફરિયાદ નોંધવા ઇનકાર કર્યો હતો. જેથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસમાં હાઈકોર્ટે કોઇપણ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારનાર પીઆઇને 3 લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઇને આજીવન યાદ રહેવું જોઇએ. ભવિષ્યમાં પણ તેને કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાતનો દંડ યાદ આવશે. પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેનો મતલબ સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ નથી.
આ ઘટના અંગે હિરેન નાઈ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ મામલે ગુજરાત હાઇકોર્ટે હિયરિંગ દરમિયાન કહ્યું કે કોઈ પણ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારનારા પીઆઈને 3 લાખનો દંડ ફટકારવામાં આવે છે. અને સાથે કોર્ટે એવી પર ટકોર કરી હતી કે કોઈપણ ગુના વગર ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઈને આજીવન યાદ રહેવું જોઈએ. સત્તાનો દુરૂપયોગ કરવાની છૂટ કોઈને નથી.
પીઆઇએ ન્યાયતંત્ર વિશે જાહેરમાં અશોભનીય શબ્દો કહ્યા હોવાની રજૂઆત થતાં કોર્ટે ટકોર કરી હતી કે, આવા પીઆઇ સામે સરકાર પગલાં કેમ લેતી નથી? જસ્ટિસ નિર્ઝર દેસાઈએ ચાલુ સુનાવણી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી પાસે પીઆઈ સામે શું પગલાં લેશો તે અંગે સૂચના મંગાવી હતી.