1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ
  4. રાજસ્થાનમાં કાતિલ ઠંડીઃ મોટાભાગના શહેરો અને નગરોમાં ઠંડીનો પારો ગગડ્યો, જનજીવનને અસર
રાજસ્થાનમાં કાતિલ ઠંડીઃ મોટાભાગના શહેરો અને નગરોમાં ઠંડીનો પારો ગગડ્યો, જનજીવનને અસર

રાજસ્થાનમાં કાતિલ ઠંડીઃ મોટાભાગના શહેરો અને નગરોમાં ઠંડીનો પારો ગગડ્યો, જનજીવનને અસર

0
Social Share

જયપુરઃ ઉત્તરભારતમાં પડેલી હિમ વર્ષના પગલે પંજાબ, દિલ્હી અને ગુજરાત સહિતના રાજ્યોમાં શીતલેહરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન રાજસ્થાનમાં કાતિલ ઠંડી પડી રહી છે જેના કારણે જનજીવનને પણ વ્યાપક અસર થઈ છે. બિકાનેરમાં તાપમાનનો પારો શૂન્ય ઉપર પહોંચ્યો છે. આમ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઠંડીએ 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હનુમાનગઢ, ગંગાનગર અને ધૌલપુરમાં પણ દિવસનું તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું. બીજી તરફ જયપુરમાં શિયાળાને ધ્યાનમાં રાખીને આઠમા ધોરણ સુધીની રજાઓ મકરસંક્રાંતિ સુધી લંબાવવામાં આવી છે. સીકર, ફતેહપુર અને જોબનેરમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આઠ જાન્યુઆરી પછી રાજસ્થાનની જનતાને ઠંડીમાંથી થોડી રાહત મળશે.

બિકાનેરમાં તાપમાન 0 ડિગ્રી નોંધાયું હતું, જેના કારણે ઘણી જગ્યાએ હિમવર્ષા થઈ હતી. જાન્યુઆરી મહિનામાં બિકાનેરમાં સૌથી ઓછું તાપમાન 1964માં નોંધાયું હતું. કોટામાં લઘુત્તમ તાપમાન 3.6, ગંગાનગર 4.7, ઉદયપુર 5.8, જોધપુર 6.5, જેસલમેર 6.2, અજમેર 4.4 અને બાડમેર 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ચુરુમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

રાજસ્થાનના 21 શહેરોમાં કાતિલ ઠંડી પડી રહી છે અને અહીં ઠંડીનો પારો ગગડીને 5 ડિગ્રીની પણ નીચે સરક્યો છે. ફતેહપુર, સીકર, ચુરુ, બિકાનેર, માઉન્ટ, અજમેર, જયપુર, ભીલવાડા, અલવર, પિલાની, કોટા, બુંદી, બરાન, ચિત્તોડગઢ, પાલી, ફલોદી, ગંગાનગર, નાગૌર, ટોંક, હનુમાનગઢ અને કરૌલી ઉપરાંત, લઘુત્તમ તાપમાન 1થી 4 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગે એકાદ-બે દિવસ બાદ હવામાનમાં પલટો આવવાની આશા વ્યક્ત કરી છે. અનુમાન મુજબ 8 જાન્યુઆરીથી જ લોકોને આ કડકડતી શિયાળામાંથી થોડી રાહત મળી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code