
કિંગખાને ફિલ્મ ‘પઠાણ’ બાદ હવે સાઉથ ડાયરેક્ટર એટલીની ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું
- શાહરુખ ખાન પઠાણ બાદ અપકમિંગ ફિલ્મની શૂટિંગમાં જોતરાયા
- સાઉથ ડાયરેક્ટ એટલીની ફિલ્મ લાયનનું શૂટિંગ કર્યું શરુ
મુંબઈઃ- બોલિવૂડમાં કિંગખાન તરીકે જાણીતા અભિનેતા શાહરુખખાન છેલ્લા ઘણા સમય બાદ ફિલ્મી પરદે વશ્યા છે, તેમણે ફિલ્મ પઠાણનું શૂટિંગ પૂર્મ કર્યું છે ત્યારે બાદ હવે કિંગખાન સાઉથ ડાયેર્ક્ટર એટલીની અપકમિંગ ફિલ્મ લાયનના શૂટિંગમાં જોતરાયા છે.
કિંગ ખાન 3 વર્ષ બાદ કમબેક કરવા માટે તૈયાર છે, આ ફિલ્મના સેટ પરથી તેની શાહરૂખ ખાનના ફોટો સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું નામ ‘લાયન’ હશે. જો કે હજુ સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.
શાહરૂખ ખાનનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં એસઆરકે એમ્બ્યુલન્સ ચલાવતો જોવા મળી રહ્યો છે. તેનો અડધો ચહેરો કપડાથી ઢંકાયેલો છે. વાળ લાંબા છે. તેની આછી ઝલકથી પણ ઓ ફોટોમાં જોવા મળી રહ્યા છે અને તેઓ ફિલ્મ સાથે જોડાયેલી વિગતો જાણવા આતુર છે.
આ ફિલ્મનું શૂટિંગ શહેરમાં 10 દિવસ ચાલશે. સાઉથની જાણીતી અભિનેત્રી નયનતારા ટૂંક સમયમાં શાહરૂખ સાથે જોડાશે. તેનું શિડ્યુલ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. SRK અને નયનથારા પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે.