1. Home
  2. ગુજરાતી
  3. સલમાન ખાનની ફિલ્મ “કિસીકા ભાઈ કિસી કી જાન’ નો ઈંતઝાર ખતમ, વિદેશમાં ફિલ્મનું એડવાન્સ બૂકિંગ શરુ, જાણો ભારતમાં ક્યારથી બુકિંગ થશે શરુ
સલમાન ખાનની ફિલ્મ “કિસીકા ભાઈ કિસી કી જાન’ નો ઈંતઝાર ખતમ, વિદેશમાં ફિલ્મનું એડવાન્સ બૂકિંગ શરુ, જાણો ભારતમાં ક્યારથી બુકિંગ થશે શરુ

સલમાન ખાનની ફિલ્મ “કિસીકા ભાઈ કિસી કી જાન’ નો ઈંતઝાર ખતમ, વિદેશમાં ફિલ્મનું એડવાન્સ બૂકિંગ શરુ, જાણો ભારતમાં ક્યારથી બુકિંગ થશે શરુ

0
Social Share

દિલ્હીઃ-  અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નાનું ટ્રેલર  થઓડા દિવસ અગાઉ રિલીઝ થઈ ચૂક્યું છે ,બી-ટાઉન મેગાસ્ટારની આ ફિલ્મની ખૂબ જ  આતુરતાથી રાહ જોવાઈ રહી છે.7 એપ્રિલના રોજ આ ફિલ્મના ટ્રેલરની રિલીઝ તારીખ જોહેર કરવામાં આવી હતી ત્યારે સલમાનખાનના ચાહકોના ઈંતઝારનો અંત આવ્યો છે અને આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ ગઈકાલથી શરુ કરવામાં આવ્યું છે.આ એડવાન્સ બુકિંગ ભારતમાં નહીં પરંતુ વિદેશમાં શરૂ થયું છે.

સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કોઈ જાન’ શાનદાર અને એકશનથી  ભરપુર ટ્રેલર 10 એપ્રિલના રોજ સામે આવી ચૂક્યું  છે અને સોશિયલ મીડિયા પર રિલીઝ થવાની સેકેન્ડોમાં જ તે છવાઈ ચૂક્યું છે. સાથે જ ચાહકોના ફિલ્મ જોવાની ઉત્સાહ વધી છે.

આ ફિલ્મ ઈદના દિવસે રિલીઝ થવા જઈ રહી છે વિદેશમાં વસતા ચાહકો પણ આ ફિલ્મને લઈને વધુ ઉત્સાહિત જોવા મળ્યા છે.અંગ્રેજી વેબસાઈટ બોલિવૂડ હંગામા અનુસાર, ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને યુરોપના કેટલાક દેશોમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. જોકે, સલમાન ખાનની આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ મધ્ય પૂર્વના દેશોમાં શરૂ થયું નથી. પરંતુ તે ટૂંક સમયમાં શરૂ થવાની ધારણા છે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું એડવાન્સ બુકિંગ 17 એપ્રિલથી શરૂ થશે.

આ ટ્રેલર ઈવેન્ટ લોંચમાં સલમાન ખાન સ્ટાઈલીશ લૂકમાં જોવા મળ્યા છે, જો ટ્રેલરની વાત કરીએ તો એક્શનથી ભરપુર ટ્રેલર જોવા મળે છે, સાથે પૂજા હેગડેની લવસ્ટોરી પણ જોવા મળે છે.

આ સહીત સલમાન ખાન અવારનવાર પોતાની ફિલ્મોમાંથી નવા ચહેરાઓને લોન્ચ કરે છે. આ વખતે તેઓ શહનાઝ ગિલ અને પલક તિવારી આ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાના છે. બંને અભિનેત્રીઓની મજબૂત ફેન ફોલોઈંગ છે.

સલમાન ખાનની પોતાની આ ફિલ્મમાં પૂજા હેગડે, શહનાઝ ગિલ, વેંકટેશ દગ્ગુબાતી, સિદ્ધાર્થ નિગમ, રાઘવ જુયાલ, પલક તિવારી અને જસ્સી ગીલે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તે જ સમયે, ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 21 એપ્રિલે ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. સલમાનની આ ફિલ્મને લઈને લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code