 
                                    કિચન ટિપ્સ – હવે 20 જ મિનિટમાં તૈયાર થતી મગની દાલ-પાલકની આ રેસિપી જોઈલો
- મગદાલ અને પાલક ખૂબ હેલ્ધી હોય છે
- ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે
ઘણી વખત આપણાને રસોઈ ઘરમાં વધુ સમય જતો રહે છે ત્યારે કેટલીક વખત ખૂબ જ ઈઝી રીતે પમ શાક બનાવીને ટ્રાય કરવા જોઈએ આજે એક એવી જ રેસિપી જોઈશું જે પીળી ફોતરા વગરની મગની દાળ અને પાલકની સબજીની છે.
સામગ્રી
- 4 ચમચી – તેલ
- 1 કપ – પીળી મગની દાળ
- 1 પાલકની ઝુડી – જીણી સમારીને ઘોઈ લેવી
- 1 નંગ – ડુંગળી જીણી સમારેલી
- 1 નંગ – ટામેટૂં જીણું સમારેલું
- સ્વાદ પ્રમાણે – મીઠું
- અડધી ચમચી – હરદળ
- 1 ચમચી – જીરુ
- 2 ચમચી – આદુ-લસણની જીણી વાટેલી પેસ્ટ
2 ચમચી – લાલ મરચાનો પાવડર
સૌ પ્રથમ મગની દાળને બરાબર 2 થી 3 પાણી વડે ઘોઈલો, હવે તેને એક કુકરમાં નાખઈદો, ત્યાર બાદ સમારેલી ભાજીને ઘોઈને તેને પણ દાળની અંદક કુકરમાં નાખીદો, હવે તેમાં દાળની ઉપર આવે ત્યા સુધીનું પાણી સ્વાદ પ્રમાણે મીઠું અને હરદળ નાખીને 3 થી 4 સીટી વગાડી લો,
હવે કુકરમાં દાળ થાય ત્યા સુધી એક કઢાઈલો, તેમાં તેલ નાખીને જીરુ તથા ડુંગળી સમારીલો, હવે ડુંગળી બ્રાઉન થાય એટલે તેમાં ટામેટા ,આદુ લસણની પેસ્ટ ,લાલ મચરુ,હરદળ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બરાબર તેને સાંતળીલો, ત્યાર બાદ ગેસ બંધ કરીદો,જો તમે ઈચ્છો તો ગરમ મસાલો પણ થોડો એડ કરીશકો,
હવે જ્યારે કુકરને બંધ કરો ત્યારે તે દાળ અને પાલકને આ મસાલા વાળઈ કઢાઈમાં ેડ કરીને 4 થી 5 મિનિટ ઉકાળઈ લો
તૈયાર છે માચ્ર 20 જ મિનિટમાં બનતી આ સબજી. જેને વધુ સ્વાદિષ્ટ બનાવા માટે બટર પણ નાખઈ શકો છો,આ સબજી ખાવામાં હેલ્ઘી અને તરત બની જાય છે,રોટી પરાઠા સાથે તમે ટ્રાય કરી શકો છો.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

