
કિચન ટિપ્સઃ- જલેબી ખાવાનું મન થયું છે તો 10 જ મિનિટમાં બનાવો આ ક્રિસ્પી બ્રેડ જલેબી
સાહિન મુલતાનીઃ-
જલેબી આપણા સૌ કોઈને ભાવતી સ્વિટમાંથી એક ગણાય છે,ગુજરાતીઓની તો પહેલી પસંદ છે જલેબી ,જો તમારા ઘરે કોી મહેમાન આવ્યું હોય અને સ્વિટ બનાવું છે તો તમે બ્રેડની ક્રિસ્પી જલેબી ટ્રાય કરી શકો છો કારણ કે આ જલેબી માત્ર 10 મિનિટમાં બની જાય છે અને 4 થી 5 જ વસ્તુની જરુર પડે છે, તો ચાલો જાણીએ ગરમા ગરમ જલેબી બનાવાની આ ઈઝી રીત.
સામગ્રી
1 બ્રેડનું પેકેટ
( બ્રેડની કોર કાઢીલો, અને તમામ બ્રેડને મિક્સમાં ક્રશ કરીલો)
1 કિલો ખાંડ
( એક તપેલીમાં એક કીલો ખાંડમાં 500 ગ્રામ પાણી નાખી ચાસણી બનાવી લો , ઓછામાં ઓછી 20 મિનિટ ચાસણી ઉકાળો)
જરુર પ્રમાણે – પીળો ફૂડ કલર
જરુર પ્રમાણે – દુધ
તળવા માટે – દેશી ઘી
બ્રેડ જલેબી બનાવાની રીત
સૌ પ્રથમ એક બાઉલલો, તેમાં બ્રેડનો ભૂખો લો અને તેમાં દૂદ એડ કરો ,દૂધ ચમચી વડે એડ કરતા જાઓ ઘટ્ટ ખીરુ બને એટલું જ દૂધ એડ કરો, હવે તેમાં થોડા પીળો ખાવાનો કલર એડ કરીને બરાબર મિક્સ કરીલો,
હવે ટામેટા સોસની પ્લાસ્ટિકની બોટલ ,અથવા તો કોઈ પણ એવું સાધન કે જેમાં તમે જલેબી પાડી શકો તે લઈલો, તેમાં બ્રેડ મિલ્ક વાળું બેટર ભરીદો,
હવે કઢાઈમાં ઘી ગરમ કરવા રાખીદો,ઘી ગરમ થયા બાદ ગેસની ફ્લેમ ઘીમી કરીદો,
હવે ગરમ ઘી થાય એટલે તેમાં તૈયાર કરેલા બેટરની જલેબી પાડીને બ્રાઉન થાય તે રીતે તળીલો
હવે આ જલેબીને ખાંડની ચાસણીમાં 30 સેકેન્ડ ખાસી ડુબોળીને બહાર કાઢીલો, કારણ કે બ્રેડ હોવાથી તે તરત જ નરમ પડી જશે, તૈયાર છે ગરમા ગરમ બ્રેડની જલેબી