
કિચન ટિપ્સઃ- હવે દરેક ગૃહિણીઓએ અપનાવવી જોઈએ આ નાની નાની ટીપ્સ, તમારા રસોઈના કામ બનશે સરળ
સાહિન મુલતાની-
સામાન્ય રીતે દરેક ગૃહિણીઓ ઈચ્છે છે કે તે એક પરફેક્ટ રસોઈની રાણી બને. તેની રસોઈ સ્વાદિષ્ટ બને અને ઘરના સભ્યોથી લઈને બહારના લોકો પણ તેની રસોઈના વખાણ કરે, જો દરેક મહિલાઓ આમ ઈચ્છતી હોય તો તેના માટે રસોઈ કરતી વખતે અનેક નાની નાની બાબતોને ધ્યાનમાં લેવી પડશે, તો ચાલો જાણીએ રસોઈ કરતી વખતે ખાસ યાદ રાખવા જેવી કેટલીક ટિપ્સ જે તમને બનાવશે પરફેક્ટ ગૃહિણી.કયા શાકની ગ્રેવીમાં શું એડ કરવું આ તમામ નાની નાની બાબત તમને સ્માર્ટ ગૃહિણી બનાવવામાં કરશે મદદ.
સ્માર્ટ ગૃહિણી બનવા માટેની ટિપ્સ
દાળનો વધાર કરતી વખતે તેમાં લીલી મેથીની ભાજી અથવા તો સુકાવેલી મેથીની ભાજી એડ કરો જેનાથી તમારી દાળનો સ્વાદ વધશે.
જો કોઈ પણ પ્રકારના પુલાવને બનાવવા માટે તેમાં તમે થોડું પનીર ક્રશ કરીને એડ કરશો તો પુલાવ લઝીઝ બનશે
બટારાના રાય વાળા શાકમાં ગ્રેવી કરવા માટે ઘંઉના લોટમાં લીબુંનો રસ નાખીને તેને એડ કરવાથી શાક ગ્રેવી વાળું તો બનશે જ પરંતુ તેનો સ્વાદ પણ બે ગણો થઈ જશે
કોઈ પણ શાકમાં જો ગ્રેવી કરવી હોય તો તેમાં મગફળીને ક્રશ કરીને એડ કરી શકો છો, આ સાથે જ 1 ચમચી મલાઈ પણ ઉમેરવાથી શાક સ્વાદિષ્ટ બનશે
કોઈ પણ શાક જો ખારું કે તીખું થઈ જાય તો તેમાં 2 ચમચી જેટલો ટામેટા કેચઅપ એડ કરવાથી શાકનો સ્વાદ બદલાઈ જાય છે, અને શાક સારુ થઈ જાય છે
સેવ ટામેટાના શાકને વધાર કરતી વખતે મીઠો લીમડો તથા ચપટી ખાંડ નાખવાથી શાક ખટ્ટમીઠું અને ટેસ્ટિ બને છે.
સાદા પરાઠાને ટેસ્ટી બનાવવા માટે તેમાં અજમો અને જીરુ તથા હરદળ નાખીને લોટ બાંધવો. પરાઠા ખૂબ સ્વાદિષ્ટ બનશે
લોટ બાંધતી વખતે તેમાં 2 ચમચી મલાઈ એડ કરશો તો રોટલી સોફ્ટ બનશે
જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ન હોય ત્યારે તમે બેસનમાં ડુંગરી નાખીને તેની ગ્રેવી રોટલી સાથે બનાવી શકો છો