1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- હવે  દિવાળી પર  મસાલાથી ભરપૂર ભાખરવડી ઘરે જ બનાવો ,જોઈલો આ રીત
કિચન ટિપ્સઃ- હવે  દિવાળી પર  મસાલાથી ભરપૂર ભાખરવડી ઘરે જ બનાવો ,જોઈલો આ રીત

કિચન ટિપ્સઃ- હવે  દિવાળી પર  મસાલાથી ભરપૂર ભાખરવડી ઘરે જ બનાવો ,જોઈલો આ રીત

0
Social Share

 સાહીન મુલતાની-

હવે દિવાળીનો તહવાર નજીક આવી ગયો છે ત્યારે દરેક ઘરોમાં અવનવા નાસ્તાઓ બનતા હશે તો કેટલાક લોકો બહારથી નાસ્તા લાવતા હોય છે જોકે આજે દિવાળી પર મહમનો માટે ભાખરવળી ઘરે જ બનાવવાની રીત જોઈશું 

 

લેયર બનાવવા માટે 

200 ગ્રામ મેંદો  ,200 ગ્રામ ચણાનો લોટ 100 ગ્રામ ચોખાનો લોટ

આ ત્રણેય લોટમાં મીઠું અજમો હળદર તેલ નાખીને રોટલીના લોટની જેમ કણક લૈયાર કરી લેવી 

સામગ્રી

  • 1 કપ- ગોળ આમલીનું પાણી
  • 20 નંગ જેટસા – તજ,લવિંગ અને મરી મિક્સ
  • 2 ચમચી – સુકા ઘણા
  • 1 ચમચી વરિયાળી
  • લીલા મરચા – 10 થી 12 નંગ
  •  1 મોટો ટૂકડો -આદુ
  • 2 ચમચી – તલ
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • અડધી ચમચી – હરદળ
  • અડધી ચમચી – અજમો
  • 1 ચમચી – લાલ મરચું
  • તેલ તળવા માટે – જરુર પ્રમાણે

સૌ પ્રથમ એક  મિક્સરની મોટી જાર લો હવે તેમાં ગોળ આમલીનું પાણી, હરદળ, મીઠું, અજમો, જીરું, આદુ, મરચા, સુકાધાણા, વરિયાળી , લાલા મચરાનો પાવડર ,તજ,લવિંગ,મરી આમ આ દરેક મસાલાઓ નાખીને બરાબર અધકચરું  દળીલો,

હાથ એક બાઉલ લો તેમાં આ પેસ્ટ કાઢીલો, હવે ઉપરથી તેમાં તલ એડ કરીને બરાબર મિક્સકરીલો, આ રીતે એક જાડી ઘટ્ટ પેસ્ટ તૈયાર થઈ જશે.

હવે  જે લોટની કણક તૈયાર કરી હતી લેની થોડી જાડી રોટલી વણીલો હવે આ રોટલી મસલની તૈયાર કરેલી પેસ્ટ ચોપડી ને તેને રોલની જેમ વાળી  લો હવે ભાખરવડીની સાઈઝમાં પીસ  કટ કરીલો, હવે તેને ભજીયાની જેમ ડિપ ફ્રાઈ કરીલો તૈયાર છે રોટલીની ભાખરવડી.ઠંડી થયા બાદ તેને ડબ્બામાં સ્ટોર કરી શકો છો.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code