
કિચન ટિપ્સઃ બાળકોની સૌથી પ્રિય ફિંગર ચિપ્સને આ રીતે કરો સ્ટોર, ભૂખ લાગવા પર તરત જ કરી શકશો ફ્રાય
સાહિન મુલતાનીઃ
- ફિંગર ચિપ્સને તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો
- સ્ટોર કરેલી ચિપ્સમાં ખાલી તળવા માટેનો જ સમય લાગે છે
- ખૂબજ સરળ છે ફિંગર ચિપ્સ બનાવવી
બાળકોની સૌથી પ્રિય વાનગીમાં એક છે ફિંગર ચિપ્સ , આજકાલ બાળકોને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આ પ્રકારના નાસ્તાની ડિમાન્ડ હોય છે, જ્યારે મોટા ભાગના ઘરોમાં વડીલોને પણ આ નાસ્તો ખૂબ ગમતો હોય છે, જ્યારે બાળકોની ડિમાન્ડ હોય એટલે મમ્મીઓ તરત જ કિચનમાં બટાકા છોલીને તેની ચિપ્સ કરીને તેને ફ્રાઈ કરી આપે છે, જો કે આટલું કરતા 30 મિનિટ જેટલો સમય જતો રહે છે, જો તમારે આ સમયને બચાવવો હોઈતો આજે અમે એક ખાસ ટિપ્સ લઈને આવ્યા છે,જેમાં તમે ફ્રેંચ ફ્રાઈસને 10 થી 15 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરીને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ઈન્સટન્સ ફ્રાય કરીને ખાય શકો છો.
આમ તો આજકાલ માર્કેટમાં આ રેડિમેડ ફ્રેંચ ફ્રાઈસ અવેલિબલ હોય જ છે, જે માત્ર ઘરે લાવીને તેલ ગરમ કરીને તેમાં ફ્રાઈ કરવાની હોય છે, ત્યારે આજ ફ્રેંચ ફ્રાઈસ ઘરે બનાવવી તદ્દન સસ્તી પડવાની સાથે સાથે હાઈજેનિક પણ હોય છે .
તો ચાલો જોઈએ કંઈ રીતે ફ્રેંચ ફ્રાઈસને સ્ટોર કરી શકાય છે.
સૌ પ્રથમ એક કિલો ગ્રામ મોટા બટાકા લઈને તેની છાલ કાઢીલો, ત્યાર બાદ તેની લાંબી ચિપ્સ કરીલો, હવે તેને બે થી ત્રણ પાણી વડે બરાબર ઘોઈલો, હવે એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા રાખો ત્યાર બાદ આ પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું અને બધી ચિપ્સ નાખીને તેને પાણીમાં એક ઊભરો આવે ત્યા સુધી ઉકાળી લો, ખાલી એક ઊભરો આવે એટલી જ ઉકાળવી, હવે તેને એક ચારણામાં નિતરાલી, ચિપ્સમાંથી પાણી નિતરી જાય અને તે કોરી થઈ જાય એટલે તેને એક કોટનના કપડામાં કોરી કરીલો, ત્યાર બાદ એક કોરો વાસણમાં બધી ચિપ્સ પર લાગી જાય તેટલા પ્રમાણમાં કોર્ન ફ્લોર લો, હવે આ કોર્નફ્લોરમાં હાથ વડે બધીજ ચિપ્સને મિક્સ કરો, એરીતે મિક્સ કરો કે એક એક ચિપ્સ પર કોર્નફ્લોર લાગે, હવે આ ચિપ્સને જીપ લોક વાળી પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ફ્રિજરમાં સ્ટોર કરી શકો છો,જ્યારે તમારે તેને ખાવી હોય ત્યારે તેને બહાર કાઢીને ગરમા ગરમ તેલમાં ફ્રાઈ કરીલો, રેડી છે તમારી અને બાળકોની ફેવરીય ફિંગર ચિપ્સ.