1. Home
  2. ગુજરાતી
  3. જાણો ગ્વાટેનામો બે જેલ વિશેની કેટલીક વાતો, જેને જાણીને તમને પણ લાગશે નવાઈ
જાણો ગ્વાટેનામો બે જેલ વિશેની કેટલીક વાતો, જેને જાણીને તમને પણ લાગશે નવાઈ

જાણો ગ્વાટેનામો બે જેલ વિશેની કેટલીક વાતો, જેને જાણીને તમને પણ લાગશે નવાઈ

0
Social Share

સામાન્ય રીતે જેલ એટલે જ્યા કેદીને બંધક બનાવીને રાખવામાં આવે છે સાદુ ભોજન આપવામાં આવે છે તદ્દન સરળ જીવન હોય છે કોઈ પણ પ્રકારની સુવિધા અપાતી નથી જો કે વિશ્વમાં એવી કેટલીક  જેલ પણ આવેલી છે  કે જેનો ખર્ચ સાંભળીને તમને ચોક્કસ નવાઈ તકો લાગશે જ.કારણ કે આ જેલમાં દુનિયાના ખતરનાક આતંકવાદીઓને રાખવામાં આવ્યા છે. આ જેલનું નામ દુનિયાની સૌથી મોંઘી જેલોમાં સમાવેશ પામે છે.

ગુઆન્ટાનામો બે  જેલ જે ગ્વાન્ટાનામો ખાડીના કિનારા પર આવેલી છે. આ જેલ વર્ષ 2001માં અમેરિકામાં 11 સપ્ટેમ્બરે થયેલા આતંકી હુમલા બાદ  બનાવામાં આવી હતી. જો કે, વિશ્વની સૌથી ખતરનાક અને મોંઘી જેલ ગુઆન્ટાનામો બે  નું એક યુનિટ એપ્રિલ 2021 માં બંધ કરવામાં આવ્યું હતું. ગુઆન્ટાનામો બે  જેલના કેમ્પ-7માં 14 કેદીઓ રાખવામાં આવ્યા હતા. ઘણા લોકો ગ્વાન્ટાનામો જેલને પૃથ્વી પરનું નરક પણ કહે છે. 

ગ્વાતાનમો બે જેલમાં ત્રણ બિલ્ડિંગો, બે ગુપ્તચર હેડક્વાર્ટર અને ત્રણ હોસ્પિટલો છે. આ સાથે વકીલો માટે અલગ સંયોજનો પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં કેદીઓ તેમની સાથે વાત કરી શકે છે. આ જેલના કર્મચારીઓ અને કેદીઓને હોટલ જેવી સુવિધા મળે છે. જેલમાં કેદીઓ માટે ચર્ચ, જિમ, પ્લે સ્ટેશન અને સિનેમા હોલ છે.

આ જેલની સુરક્ષા ખૂબ જ કડક છે. અહીં કોઈ પક્ષી પણ ફરકી શકતું નથી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ જેલમાં એક કેદી માટે 45 સૈનિકો તૈનાત છે. એક રિપોર્ટ અનુસાર અહીં 1800 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

આજેલમાં હાલમાં કુલ 38 કેદીઓ કેદ છે, જેઓ ખૂબ જ ભયભીત આતંકવાદી છે. દરેક કામ માટે અલગ કર્મચારી છે. જેલમાં 3 ઈમારતો છે, જેમાં 2 ગુપ્ત મુખ્યાલય છે. આ જેલમાં 3 ક્લિનિક પણ છે.હાઈટેક સુવિધાઓથી સજ્જ આ જેલની અંદર કોર્ટ, પેરોલ બોર્ડ અને સુનાવણી ખંડ  પણ છે. અહીં પ્રાઈવેટ રૂમમાં કેદી તેના વકીલ સાથે આરામથી વાત  પણ કરી શકે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code