
જાણો આ કેટલીક ટ્રિક અને ટિપ્સ, જે ગૃહિણીઓના ઘર અને કિચનના અઘરા કામને બનાવે છે સરળ
જાણો કેટલાક એવા કામ વિશે જે દપેક ગૃહીણીઓ માટે અધરા હોય છે જો કે ગૃહિણી આ જ કામને ઓછા સમયમાં કરી દે તેવી કેચલીક ટ્રિક અને ટિપ્સ લઈને આવ્યા છે.જ્યારે પણ તમે કિચનમાં પ્રવેશો છો તે પહેલા તમારે તમારા દિમાગમાં એક શેડ્યૂઅલ બનાવવાનું કે તમારે દિવસ દરમિયાન આજે શું શું કરવાનું છે અને જો એ પ્રમાણે તમે ચાલશો તો તમારો સમય બચશે અને કામ પણ ઓછા કલાકોમાં પતશે.
દૂધને ગરમ કરતી વખતે ગેસનો તાપ ઘીમો રાખવો જેથી કરીને દૂધમાં મલાઈ સારી જામે છે. અને દૂધ ઊભરાવવાનો ડર પણ રહેતો નથી.
જ્યારે પણ તમારે લસણ છોલવાનું હોય ત્યારે 15 મિનિટ પહેરલા લસણને તડકામાં ખાવાનું તેલ લગાવીને રાખી દો, અથવાતો જો લસણ લીલુ હોય તો તેને 10 મિનિટ સુધી પાણીમાં પલાળઈ દો તો લસણ છોલવું સરળ બનશે.
જો તમારે લીલાધાણાને લોંગ ટાઈમ સુધી સાચવવા હોય તો એક કાણા વાળા ડબ્બામાં દાંડી સાથે લીલા ધાણાને રાખી દો અને તેના ઉપર ટિસ્યૂ પેપર રાખો જેથી કરીને એક અઠવાડિયા સુધી લીલા ધાણા સારા રહેશે.
બટાકાને જલ્દી બાફવા હોય તો તેના ટૂકડા કરીલો અને કૂકરમાં નાખતા વખતે મીઠું નાખવાનું રાખો જેથી બટાકાની અંદર પણ મીઠાનો સ્વાદ આવશે.
ડુંગળીને સમારતા પહેલા તેને છોલીનમે પાણીમાં પલાળી રાખવી ત્યાર બાદ સમારવી જેથી આંખમાં પાણી ઓછુ આવશે અને આંખ બળશે નહી
જો તમારે રાઈસને ફ્લેવર વાળા બનાવવા હોય તો રાઈસ બોઈલ કરતી વખતે તેમાં એલચીના દાણા નાખઈ દેવાં.
નૂડલ્સને બોઈલ્ડ કરતી વખતે તેમાં એક ચમચી તેલ અને મીઠું નાખવું જેથી નૂડલ્સ છુટ્ટા બનશે અને ઓીલી પણ રહેશે
આદુને છોલતા પહેલા 10 થી 20 મિનિટ સુધી પાણીમાં પલાળી દેવું ત્યાર બાદ તેને છોલવાથી સરળશતાથી તેની છાલ નીકળી જાય છે અને સમયની બચત થાય છે
જો ડુંગળી સમારતી વખતે આંખો ખૂબજ બળતી હોય તો તમારે ડુંગળી છોલીને પહેલા તેને 10 મિનિટ ઠંડા પાણીમાં પલાળી દેવી ત્યાર બાદ તેને સમારવી આમ કરવાથી આંખોમાંથી પાણી નીકળશે નહી.
કોફીની ડબ્બીમાં જો કોફી જામી ગઈ હોય તો તેમાં પાણી નાખીને ઓગળવા દો, ત્યાર બાદ કોફી ઓગળી જાય એટલે એ ડબ્બીને સીધી ફ્રિજમાં રાખઈ દો, હવે જ્યારે કોફી બનાવી હો ત્યારે આ કોફી લિક્વિડનો ઉપયોગ કરવો
રોટલીનો લોટ વધી જાય તો ચિંતા ન કરો,તેમાં લાલા મરચું, અજમો, અને મનપસંદ મસાલો નાખીને કણક તૈયાર કરી તેમાંથી ખારખાલબનાવીને સ્ટોર કરીલો
જો શાકમાં તેલ વધુ પડી ગયું હોય તો એક મોટો બરફનો ટૂકડો લઈલો અને તે ટૂકડાને શાકની ઉપર ફેરવો જેથી વધારાનું તેલ જામીને બરફ પર ચોંટી જશે અને શાકમાં તેલ નોર્મલ થઈ જશે.
દંહીને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવું હોય તો તેમાં થોડૂ મીઠું નાખવું અને પાણી નાખવું ત્યાર બાદ તેને સ્ટિલ અથવા તો પ્લાસ્ટિકના વાસણ કે ડબ્બામાં જ ફ્રિજમાં રાખવું.
દાળ બાફતી વખતે હંમેશા દાળમાં હરદળ અને મીઠું પહેલા જ નાખી દેવું જેથી કરીને દાળ જલ્દી બફાશે, સાથે જ એક ચમચી તેલ પણ નાખવું જેથી દાળનું પાણી કૂકર કે તપેલીની બહાર આવશે નહી.
દૂધ ગરમ કરતા હો. ત્યારે હંમેશા ગેસની ફ્લેમ ઘીમી રાખવી જો તમે ભૂલી જશો તો પણ દૂધ ઉકળતુ રહેશે પરંતુ ઉભરાશે નહી
રોટલીને સોફ્ટ રાખવા માટે જ્યારે તમે તેને કેશ રોલમાં મૂકો છો ત્યારે તે ભીની થઈ જાય છે જેથી જ્યારે પણ રોટલી કેશરોલમાં રાખો ત્યારે એક કોટનના કપડામાં લપેટીને જ રાખો તેનાથી રોટલી ગરમ રહેશે અને સોફ્ટ પણ રહેશે.