ક્રિકેટ ઈતિહાસમાં કોહલીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, લિસ્ટ-એ ક્રિકેટમાં 16 હજાર રન પુરા કર્યાં
નવી દિલ્હીઃ BCCI ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર ક્રિકેટ ઈતિહાસમાં પોતાના નામે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. વિજય હજારે ટ્રોફીમાં પરત કરતાની સાથે જ તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં 16 હજાર રન પૂરા કર્યાં છે. આ સિદ્ધિ કોહલીએ દિલ્હી અને આંધ્રપ્રદેશની વચ્ચે રમાયેલી મેચમાં હાંસલ કરી છે. 299 રનનો પીછો કરતી વખતે તેમણે પ્રથમ રન બનાવતાની સાથે જ આ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
16000 લિસ્ટ-એ રન બનાવનાર કોહલી બીજો ભારતીય બેસ્ટમેન બની ગયો છે. આ પહેલા સચીન તેડુંલકરે આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેમજ દુનિયાભરમાં આ સિદ્ધિ હાંસલ કરનાર 9મો ખેલાડી બની ચુક્યો છે. જેમાં રિકી પોન્ટિંગ, કુમાર સંગકારા અને સર વિવિયન રિચર્ડસ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. કોહલીએ અંતિમ વાર વિજય હજારે ટ્રોફી 2010-11 સિઝન રમી હતી. જ્યારે તે દિલ્હીનો કેપ્ટન હતો. જે બાદ લગભગ એક દાયકા પછી ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. આ સિઝનમાં તેની વાપસીને લઈને નવા ક્રિકેટરો અને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.
વન-ડે ક્રિકેટમાં પણ કોહલીનું પ્રદર્શન ટોપક્લાસ રહ્યું છે. વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધારે રન બનાવવા મામલે તે બીજા ક્રમે છે. તેણે 308 મેચમાં 14557 રન બનાવ્યાં છે. તેમની એવરેજ સરેરાશ 58.46ની છે. આ સાથે જ તેને વન-ડેમાં સૌથી વધારે 53 સદી ફટકારી છે. કોહલી હવે લિસ્ટ-એ ક્રિકેટમાં સચિન તેંડુલકરની 60 સદીના રેકોર્ડ નજીક પહોંચી ચુક્યો છે. કોહલીએ 57 સદી ફટકારી છે. 2006માં દિલ્હીમાં લિસ્ટ-એમાં ડેબ્યુ કરનાર કોહલીએ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં ભારત VS ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે ક્રિકેટ મેચ 11મી જાન્યુઆરીએ યોજાશે


