ફરી એક વખત અભય પ્રતાપ સિંહના રોલમાં જોવા મળશે કૃણાલ ખેમૂ – ‘અભય 3’ ના શૂટિંગનો થયો આરંભ
- અભય પ્રતાપસિંહના રોલમાં જોવા મળશે કૃણાલ ખેમૂ
- ફિલ્મ અભય 3 નું શૂટિંગ થયું શરુ
મુંબઈઃ- બોલિવૂડ સ્ટાર કૃણાલ ખેમૂ સ્ટાર વર્ષ 2019 માં જી 5માં ક્રાઈમ થ્રિલરની સિરિઝ અભય રજૂ કરવામાં આવી હતી. દર્શકોએ તેને ખૂબ પસંદ કરી હતી ત્યારે બાદ તેની બીજી સીઝન વર્ષ 2020 માં રિલીઝ થઈ હતી, ત્યારે હવે સીરીઝના ચાહકો માટે સારા સમાચાર છે કે તેની ત્રીજી સીઝન ટૂંક સમયમાં આવી રહી છે કારણ કે કાસ્ટ અને ક્રૂએ અભય 3નું શૂટિંગ શરૂ કરી દીધું છે.
https://www.instagram.com/kunalkemmu/?utm_source=ig_embed&ig_rid=4e6dfa6d-7da4-41e5-bf8a-1ae700d89eb5
કુણાલ ખેમૂ તપાસ અધિકારી અભય પ્રતાપ સિંહ તરીકે સિરિઝ પરદે પાછા ફરી રહ્યા છે, જેનું માઈન્ડ ક્રિમિનલ જોવા મળે છે, અને તે કેસ ઉકેલવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. આશા નેગી, નિધિ સિંહ, ઋતુરાજ સિંહ અને એલનાઝ નૌરોજી, જેઓ પ્રથમ સિઝનનો ભાગ હતા, તેઓ સિઝન 3 માં પણ તેમના સફળ પાત્રો સાથે પાછા ફરશે. આ ઉપરાંત નવા કલાકારોને પણ સામેલ કરવામાં આવશે, જોકે જેની માહિતી અત્યાર સુધી ગુપ્ત રાખવામાં આવી છે.
કુણાલ ખેમુએ આ વાત પોતે શેર કરી છે,અને કહ્યું છે કે “હું એક એવી શ્રેણીનો ભાગ બનવા માટે ખૂબ જ રોમાંચિત અને આભારી છું જે આટલી પ્રિય ફ્રેન્ચાઈઝી બની ગઈ છે અને આ ફ્રેન્ચાઈઝીનો મુખ્ય ભાગ બનવું એ એક અદ્ભુત લાગણી છે. જેમ જેમ હું અભય 3 માટે શૂટિંગ શરૂ કરું છું, હું મારા ચાહકો તરફથી સમાન પ્રેમ અને પ્રશંસા મેળવવા માટે આતુર છું
દિગ્દર્શક કેન ઘોષ આ બાબતે કહે છે, “આ બધા મિત્રો, ચાહકો અને શુભેચ્છકો માટે છે જેઓ અમને પૂછતા હતા કે અમે અભય 3નું શૂટિંગ ક્યારે શરૂ કરીશું? સત્તાવાર રીતે જાહેરાત કરવાની છે કે અમે શૂટિંગ શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં તમારો મનપસંદ જાસૂસ અભય 3 માં તમારી સ્ક્રીન પર પાછો આવશે.
કેન ઘોષ, જેમણે પ્રથમ બે સિઝનનું નિર્દેશન કર્યું હતું, તે સફળ ફ્રેન્ચાઇઝીની ત્રીજી સિઝનનું પણ નિર્દેશન કરી રહ્યા છે. પ્રથમ બે સિઝન પ્રેક્ષકોમાં હિટ રહી હતી કારણ કે તે કોઈપણ અન્ય ક્રાઈમ થ્રિલરથી વિપરીત હતી અને હવે 2022માં અભય 3 પ્રીમિયર સાથે, ચાહકો અપેક્ષા રાખી શકે છે કે તે વધુ મોટી, બોલ્ડ અને જંગલી હશે.