
લદ્દાખમાં ફરી ચીની સૈનિકની ઘૂંસપેઠ – ભારતીય જવાનોએ કરી અટકાય
- લદ્દાખ સીમા પર ફરી ચીનની નાપાક હરકત
- ચીની સૈનિકની નિયંત્રણ રેખા પાસેથી થઈ ઘરપકડ
દિલ્હીઃ-ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સીમા પર થયેલા ઘર્ષણને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે, ભારત તરફથી અનેક વખત વાતાઘાટો બાદ પણ ચીન તેની હરકતમાંથી બહાર આવી રહ્યું નથી અને અવારનવાર ઘુષણખોરી કરવાના પ્રયત્નો કરતું આવ્યું છે, ત્યારે આજે ફરી એક ચીની સૈનિકે લદ્દાખ વિસ્તારમાં ઘબસવાનો પ્રસયાસ કર્યો હતો.
લદ્દાખમાં એક ચીની સૈનિકને ભારતીય સૈન્યએ પકડ્યો છે. આ ચીની સૈનિક ભારતની સીમા પર ફરતો નજરે ચઢ્યો હતો. આ સૈનિક ચૂસુલ સેક્ટરની ગુરગ વેલી નજીક પકડાયો છે. આ પૂછપરછ દરમિયાન આ ચીની સૈનિકે કહ્યું કે તે રસ્તો ભૂલો પડ્યો છે
મળતી માહ્તી પ્રમાણે તાજેતરમાં ભારતીય સેનાએ એક ચીની સૈનિકની અટકાયત કરી હતી.વિતેલા દિવસ 8જાન્યુઆરીના રોજ, સૈન્યએ ભારતીય વાસ્તવિક નિયંત્રણ રેખા પર એક ચીની સૈનિકને પકડ્યો હતો. ચીનના સૈનિકને પેંગોંગ ત્સો તળાવના દક્ષિણ વિસ્તારમાં પકડવામાં આવ્યો છે. પીએલએના સૈનિકે ભારતીય સરહદની રેખા ઓળંગી હતી, ત્યારબાદ તેની અટકાયત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષથી એલએસીની બંને તરફ ભારત અને ચીનની સૈન્ય તૈનાત છે. હવે પીએલએ સૈનિકની સ્થાપનાના ધારાધોરણો હેઠળ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. સેના તપાસ કરી રહી છે કે ચીની સૈનિક કઇ પરિસ્થિતિમાં સરહદ પાર કરીને આવ્યો છે.
સાહિન-