1. Home
  2. ગુજરાતી
  3. દુનિયામાં ખગોળશાસ્ત્રીય અભ્યાસ માટેસર્વ શ્રેષ્ઠ છે લદ્દાખ, વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને તેનું કારણ જણાવ્યું
દુનિયામાં ખગોળશાસ્ત્રીય અભ્યાસ માટેસર્વ  શ્રેષ્ઠ છે લદ્દાખ, વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને તેનું કારણ જણાવ્યું

દુનિયામાં ખગોળશાસ્ત્રીય અભ્યાસ માટેસર્વ શ્રેષ્ઠ છે લદ્દાખ, વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને તેનું કારણ જણાવ્યું

0
Social Share
  • લદ્દાખ શહેર ખગોળશાસ્ત્રીય અભ્યાસ માચે બેસ્ટ
  • વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું તેનું કારણ

દિલ્હીઃ- ભારતમાં જો ક્યાક જન્નત હોય તો તે હિમાચલ પ્રદેશ ,લદ્દાખ કે જમ્મુ કાશ્મીર માં છે તેમ કહીએ તો ખોટૂ નથી ,આ વિસ્તારના શહેરો નરી આંખે જોયેલી જન્નત જેવા છે, અને એટલા માટે જ આજે દેશભરમાંથી પ્રવાસ માટે લોકો અહીની સુંદરતા નિહાળવા આવતા હોય છે, જો કે તેમાં ખાસ બાઈડ ડ્રાવિંગ કરીને લોકો લદ્દાખની મુલાકાત લે છે, લદ્દાખ શહેર ઘણી રીતે જાણીતુ છે,ત્યારે લદ્દાખ ક્ષેત્રમાં હાન્લે ખગોળશાસ્ત્રના અભ્યાસ માટે વિશ્વનું શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે.

અહીં વર્ષમાં 270 રાત સુધી ખગોળીય અભ્યાસ કરી શકાય છે. ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયાના ખગોળશાસ્ત્રીઓના સંયુક્ત સંશોધનમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે લદ્દાખના હાન્લેમાં હવાની ગુણવત્તા અને વાતાવરણની શુદ્ધતા શ્રેષ્ઠ છે.

આ સાથે જ અહીં વીજળીનું પ્રદૂષણ નહિવત જોવા મળે  છે. ખગોળશાસ્ત્રીય સંશોધન કાર્ય માટે અહીં 87 ટકા સુધી અનુકૂળ પરિસ્થિતિઓ જોવા મળી છે. નૈનીતાલમાં સ્થિત દેવસ્થલ વેધશાળા પણ અભ્યાસ માટે અનુકૂળ છે, ચોમાસાને કારણે અહીં વર્ષમાં ત્રણ મહિના ખગોળીય અભ્યાસમાં વિક્ષેપ પડે છે.

આ માટે સંશોધનનો હેતુ વિશ્વભરમાં ખગોળશાસ્ત્રીય અભ્યાસ હાથ ધરવાનો હતો જેથી સ્વચ્છ વાતાવરણ ધરાવતા વિસ્તારોને શોધવામાં આવ્યા હતા.

આ સાથે જ  નૈનીતાલમાં સ્થિત આર્યભટ્ટ પ્રોજેક્શન સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના વાતાવરણીય વૈજ્ઞાનિક ડૉ. ઉમેશ ડુમકા પણ સંશોધનમાં સામેલ રહ્યા હતા. ડો. ડુમકાએ જણાવ્યું કે આ સંશોધન કાર્ય ભારતીય સ્ટાર ફિઝિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બેંગ્લોરના ડૉ. શાંતિ કુમાર સિંહ નિંગોમ્બમની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. હિમાલયન ક્ષેત્રના વાતાવરણની ચોકસાઈ માટે, ગ્રાઉન્ડબેઝ ડેટા સાથે છેલ્લા 20 વર્ષના ઉપગ્રહ અને 80 વર્ષના રિ એનાલિસીસ ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ આ તારણ પર પહોચ્યા હતા.

વર્ષ 1980 થી 2020 દરમિયાન તમામ સ્થળોએ વાતાવરણની વિવિધતાનો અભ્યાસ કરીને સંશોધકોએ શોધી કાઢ્યું છે કે આફ્રિકાના મધ્ય પ્રદેશ, યુરેશિયન ખંડ અને અમેરિકન ખંડ પર વાદળોનું આવરણ ઘટ્યું છે. સહારા રણ, મધ્ય પૂર્વ, ભારતીય ઉપખંડ, તિબેટીયન ઉચ્ચપ્રદેશ અને દક્ષિણપૂર્વ એશિયાના સમુદ્રી ક્ષેત્ર અને ટાપુઓ પર વાદળોનું આવરણ વધી રહ્યું છે. આ સંભવતઃ આબોહવા પરિવર્તન અને જમીન મહાસાગરમાં બાષ્પીભવનની પ્રક્રિયામાં ફેરફારને કારણે છે.

અનેક નિષ્ણાંતો કે જે આ સંશોધનમાં હતા તેઓને ખગોળશાસ્ત્રના અભ્યાસ માટે સ્થળની શોધમાં હિમાલયના પ્રદેશમાં વિશેષ અનુભવ થયો છે. જેના કારણે એશિયાનું સૌથી મોટું ઓપ્ટિકલ ટેલિસ્કોપ દેવસ્થલમાં લગાવવામાં આવી શકે છે. આ સંશોધન યુકે જનરલ ઓફ ધ મંથલી નોટિસ ઓફ ધ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીના તાજેતરના અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code