લાલુ પરિવારનો વિખવાદ આવ્યો સામે, દીકરી રોહીણીએ પરિવાર સાથે સંબંધ કાપ્યો
પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાવદની પાર્ટી રાષ્ટ્રીય જનતાદળને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. લાલુ પરિવાર આ હારમાંથી હજુ બહાર નથી આવ્યો હતો પરિવારમાં ચાલતો વિખવાદ સામે આવ્યો છે. લાલુ યાદવની દીકરી રોહિણી આચાર્યએ અચાનક રાજકારણ છોડવાની સાથે પરિવાર સાથે સંબંધ ઉપર કાપવાનો નિર્ણય લીધો છે. રોહિણી એ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “હું રાજકારણ છોડું છું અને મારા પરિવારથી પણ સંબંધ તોડી રહી છું… આ જ વાત મને સંજય યાદવ અને રમીજ દ્વારા કહેવામાં આવી હતી. પાર્ટીની હારની જવાબદારી હું લેઉ છું.”
રોહિણી આચાર્યે અગાઉ પણ પોતાના ભાઈ તેજસ્વી યાદવના નજીકના નેતા મનાતા રાજ્યસભા સાંસદ સંજય યાદવને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. 18 સપ્ટેમ્બરે તેમણે એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, “લાલૂ–તેજસ્વીની જગ્યા લેવા કોશિશ કરનારા લોકોને હું પસંદ નથી કરતી.” પોસ્ટમાં વધુમાં ઉમેરાયું હતું કે નેતૃત્વની ‘ફ્રન્ટ સીટ’ પર કોઈ અન્ય વ્યક્તિ ન બેસે, અને જો કોઈ પોતાને ટોચના નેતૃત્વથી પણ ઉપર ગણે છે, તો તે અલગ વાત છે.
રોહિણી આચાર્યે ફરીથી પોતાના પિતાને જીવનદાન આપતા ફોટો–વિડિયો શેર કરી લખ્યું હતું કે, “જેઓ જીવ હથેળી પર રાખીને મોટી કુરબાની આપે છે, તેમની નસોમાં બેફિકરી અને બહાદુરી વહે છે.” રોહિણી એ સ્પષ્ટ કર્યું કે, “મેં એક દીકરી અને બહેન તરીકે પોતું કર્તવ્ય નિભાવ્યું છે અને આગળ પણ નિભાવીશ. મને કોઈ પદની લાલસા નથી, રાજકીય મહત્ત્વાકાંક્ષા પણ નથી. મારા માટે મારો આત્મસન્માન સર્વોપરી છે.”


