
દિવંગત અભિનેતા સુશાંતસિહ રાજપુતના સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઈલ તસવીર બદલાઈ!
મુંબઈઃ બોલીવુડના અભિનેતા સુશાંતસિંહ રાજપુતનું એક વર્ષ પહેલા 14મી જૂનના રોજ અવસાન થયું હતું. જો કે, હજુ પણ તેમના પ્રશંસકો તેમને યાદ કરે છે. બીજી તરફ તેમના સોશિયલ મીડિયા ઉપર પ્રસંશકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન અભિનેતાના સોશિયલ મીડિયાના એક એકાઉન્ટમાં પ્રોફાઈલ તસવીર ચેન્જ થતા પ્રસશકો ચોંકી ઉઠ્યાં હતા. અનેક ફેન્સે ઈમોશનલ થઈને કોમેન્ટ પણ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુશાંતસિંહ રાજપુતની ટીમે તેમના ફેસબુક એકાઉન્ટની પ્રોફાઈલ તસવીર બદલી હતી. જેને જોઈને પ્રશંસકો ચોંકી ઉઠ્યાં હતા. તેમજ વિવિધ કોમેન્ટ કરી હતી. તેમના એક ફેને લખ્યુ કે, કાશ તમે જીવીત હોત અને જાતે પોતાની ડિપી બદલતા. અન્ય એક યૂઝરે લખ્યુ કે, એક સેકન્ડ માટે મને લાગ્યુ કે તમે પાછા આવી ગયા. અમે તમને ખૂબ યાદ કરીએ છીએ સુશ. એક યૂઝરે સ્ક્રિન શોટ શેયર કરતા લખ્યુ કે, સુશાંત 2 દિવસ પહેલા પોતાના પેજ પર એક્ટિવ હતા. કદાચ તેમની સોશિયલ ટીમની મદદથી. લેજન્ડ્સ હંમેશા જીવતા રહે છે. તેમના એક ફેને લખ્યુ કે, મિસ યૂ તો અન્ય એ લખ્યુ કે, પ્લીઝ પાછા આવી જાઓ.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપુતનો ગત 14મી જૂન 2020ના રોજ તેમના ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો. આમ આત્મહત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, સમગ્ર પ્રકરણ અંગે હાલ તપાસ ચાલી રહી છે. બીજી તરફ તેમના પ્રશંસકો સુશાંતને ન્યાય અપાવવાની માંગણી કરી રહ્યાં છે. સુશાંતસિંહની અંતિમ ફિલ્મ દિલ બેચારા તેમના દેહાંત બાદ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઈ હતી.
(Photo-File)