
કેરીની ‘ગોટલી’ અટલે સ્વાસ્થ્યના ખજાનાની ‘પોટલી’ – જાણો ગોટલી ખાવાથી થતા અદભૂત ફાયદાઓ
- કેરીની ગોટલી ખાવાથી થાય છે ફાયદાઓ
- તમે પણ ગોટલી ફેંકતા પહેલા કરજો વિચાર
કેરી ખાવાથી અનેક ફાયદા થાય છે તે તો આપણે સો કોઈ જાણીએ જ છીએ, પરંતુ આજે આપણે વાત કરીશપં કેરીની ગોટલીની, કેરીની ગોટલી સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણવામાં આવે છે, તેને ખાવાથી અનેક રોગોમાંથી મૂક્તિ મળે છે અને સ્વાસ્થ્ય પણ સારુ રહે છે. તો હવે કેરીની ગોટલી ફએંકતા પહેલા એક વાર ચોક્કસ આ વાંચી લેજો.
કેરીની ગોટલી માત્ર એક મુખવાસ જ નથી પણ તમારા આરોગ્યની પોટલી પણ છે. આ ઉનાળા માં કેરી ની ગોટલી ભેગી કરવા નું ભૂલતા નહી નહિતર પસ્તાશો. ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન કરવામાં આવ્યું છે જે પ્રમાણે કેરીની ગોલી માનવ શરીરને ખૂબજ લાભ કરાવનારી સાબિત થાય છે.
ગોટલીમાં સમાયેલા છે કેટલાક ઔધષિય ગુણોઃ-જાણો
- દેશમાં ૮૦ ટકા શાકાહારીઓમાં વિટામીન’ બી-૧૨’ની ઉણપ હોય છે. કેરી ખાધા પછી કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાં ‘વિટામિન બી-૧૨’ ભરપુર પ્રમાણમાં હોય છે.
- ગોટલીમાં ૫૦ ગણા વધુ પોષક તત્વો હોય છે
- કેરીની ગોટલીમાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને ‘ફાઈટોકેમિકલ્સ’ છે.
- ગોટલીમાં સમાયેલા આ બધાં ઘટકો વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે
- 100 ગ્રામ કેરીની ગોટલીમાંથી 2 કિલો કેરીના રસ કરતાં પણ વધારે પોષક તત્ત્વો મળી રહે છે.
- માનવ શરીર માટે જરૂરી એવા 20 જેટલા એસિડમાંથી 9 એસિડ શરીરમાં બનતા નથી અને આ નવ એસિડમાં ફીનાઇલ એલનીન, વેલીન, થ્રિઓનીન, ટ્રિપટોફન, મેથેઓનીન, લ્યુસીન, આઈસોલ્યુસીન, લાયસિન અને હિસ્ટીડિનનો સમાવેશ થાય છે.જે ગોટલીમાંથી મળવા પાત્ર છે.
- કેરીની ગોટલીમાં મોટા પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. એમિનો એસિડમાંથી તૈયાર થતા પ્રોટીન શારીરની દરેક ક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
- બીજા શબ્દોમાં કહીએ તો જુદા જુદા એમિનો એસિડની ચેઇન પ્રોટીન જ છે અને શરીરના સ્નાયુઓ પણ પ્રોટીનથી બનેલા હોય છે.
- કેરીની ગોટલીમાંથી વિટામીન C, K અને E મળે છે જે શરીરમાંથી કચરો દૂર કરનારા એન્ટિઓક્સિડન્ટ તરીકે ભૂમિકા ભજવે છે
- કેરીની ગોટલીમાંથી સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, જસત અને મેંગેનીઝ જેવા ખનિજ તત્ત્વો પણ મળી રહે છે.
- કાજુ બદામ કરતા પણ વધારે પોષક તત્ત્વો કેરીની ગોટલીમાં રહેલા છે અને કેરીની ગોટલી ખાવાથી શરીરમાં ચરબી પણ વધતી નથી.
- કેરીની ગોટલીમા સ્ટર્સના રૂપમાં કાર્બોહાઈડ્રેટ હોવાથી તેનો ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ તરીકે પણ કરી શકાય છ
- . તો બીજી તરફ ગોટલીમાં મેગ્નિફેરીન નામનું ઘટક હોવાથી તે ડાયાબિટીસ પર પણ અંકુશ રાખે છે.
tags:
mango gotli