1. Home
  2. ગુજરાતી
  3. જાણો વિશ્વના સૌથી જૂના ઘડા વિશે – 2 હજાર વર્ષ જૂના આ ઘડાની ઘણી છે ખાસિયતો
જાણો વિશ્વના સૌથી જૂના ઘડા વિશે – 2 હજાર વર્ષ જૂના આ ઘડાની ઘણી છે ખાસિયતો

જાણો વિશ્વના સૌથી જૂના ઘડા વિશે – 2 હજાર વર્ષ જૂના આ ઘડાની ઘણી છે ખાસિયતો

0
Social Share
  • 2 હજાર વર્ષ જૂનો ઘડો 
  • 2 હજાર લીટર પાણીનો કરી શકે છે સંગ્રહ
  • કન્નોજના સંગ્રાહલયમાં રાખવામાં આવ્યો છે આ ઘડો

 

માટીના વાસણો આમ તો વધુ ટકતા હોતા નથી પરંતુ વિશ્વનો સૌથી મોટો અને સૌથી જૂનો ઘડો કન્નૌજમાં રાખવામાં આવ્યો છે. ‘સુગંધ’ માટે પ્રખ્યાત ઇતરનગરીના મ્યુઝિયમમાં સચવાયેલો આ પોટ બે હજાર લિટર પાણીનો સંગ્રહ કરી શકે છે. લગભગ બે હજાર વર્ષ પહેલાં, કુશાણ વંશનો આ ઘડો 40 વર્ષ પહેલાં શહેરના શેખપુરા વિસ્તારમાં ખોદકામ દરમિયાન મળી આવ્યો હતો.

સમ્રાટ હર્ષવર્ધન અને રાજા જયચંદનું સામ્રાજ્ય ધરાવતા આ જિલ્લાનો ઈતિહાસ ખૂબ જ ભવ્ય રહ્યો છે. અહી સમયાંતરે થતા ખોદકામ દરમિયાન આવી અનેક અનોખી વસ્તુઓ મળી આવતી હોય છે. આ પોટ ઈ.સ. 1લી અને 3જી સદી વચ્ચે કુશાણ વંશ દરમિયાન સૌથી મોટામાંનો એક છે. નવા બનેલા મ્યુઝિયમમાં કાચના વર્તુળમાં સાચવેલા આ પ્રાચીન વારસાના ઘડાને સો કોઈ આશ્ચર્ય પામી જાય છે

લગભગ બે હજાર વર્ષ પહેલાં કનિષ્કના શાસન સમયે અહીં ખોદકામ દરમિયાન માત્ર 40થી વધુ નાના-મોટા વાસણો જ નહીં, પરંતુ ગુપ્તકાળમાં ઉપયોગમાં લેવાતા માટીના વાસણો પણ મળી આવ્યા છે. કુશાણ વંશ પહેલા એટલે કે 1500 ઈસ પહેલા પણ અહીં વાસણોના અવશેષો મળી આવ્યા છે. પુરાતત્વીય શોધો દર્શાવે છે કે કનૌજમાં પેઇન્ટેડ ગ્રે વેર અને નોર્ધન બ્લેક પોલિશ્ડ વેર સંસ્કૃતિ હતી.

ઈતિહાસ નિષ્ણાત અને સ્ટેટ મ્યુઝિયમના પ્રમુખ કહે છે કે અત્યાર સુધી આનાથી મોટો અને જૂનૂ માટીનું વાસણ ક્યાંય જોવા મળ્યું નથી. ખૂબ સંશોધન પછી જ તેની ઉંમરનો અંદાજ લગાવી શકાય છે. તે લગભગ બે હજાર વર્ષ જૂનો છે.

આ ઘડાની વિશેષતાની જો વાત કરીએ તો 2 હજાર વર્ષ જૂનો તો છે જ સાથે તે માટીની બનાવટ છે છત્તા આટલા વર્ષો સુધી એવો જ જોવા મળી રહ્યો છે તેમાં 2 હજાર લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે જે 40 વર્ષ પહેલા અહી ખોદકામ ગરમિયાન ણળી આવ્યો હતોજેની 5.4 ફૂટ ઊંચાઈ છે જ્યારે તેની પહોળાઈની વાત કરીએ તો તે  4.5 છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code