
લેફ્ટન જનરલ મનોજ પાંડે બન્યા સેનાના નવા પ્રમુખ- પ્રથમ વખત ભારતીય સેનાની કમાન એન્જિનિયરના હાથમાં
- ભારતીય સેનાના નવા પ્રમુખની થઈ વરણી
- લે.મનોજ પાંડે સેનાના પ્રમુખ બન્યા
દિલ્હીઃ- ભારતીય સેનાના નવા પ્રમુખની છેવટે વરણી કરવામાં આવી ચૂકી છથએ,લેફ્ટન જનરલ મનોજ પાંડે નવા આર્મી ચીફ તરીકે નિમાયા છે. જનરલ એમએમ નરવણે કે જેઓ આ મહિનાના અંત સુધીમાં નિવૃત્ત થશે તેમનું સ્થાન મનોજ પાંડે ગ્રહમ કરશે.જો કે બીજી ખાસ વાત એ છે કે જનરલ મનોજ પાંડે આર્મી ચીફ તરીકે કાર્યભાર સંભાળનાર કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના પ્રથમ અધિકારી પણ બનશે.
લેફ્ટન મનોજ પાંડેની સિદ્ધીઓ
લેફ્ટન જનરલ મનોજ પાંડે આ પહેલા ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડિંગ ઓફિસર પણ રહી ચૂક્યા છે અને તેઓ આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર-ઈન-ચીફનું પદ પણ સંભાળી ચૂક્યા છે. લેફ્ટન જનરલ મનોજ પાંડેને પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશેષ સેવા મેડલ અને વિશિષ્ઠ સેવા મેડલ પણ એનાયત કરવામાં આવી ચૂક્યો છે.
જનરલ મનોજ પાંડેને ડિસેમ્બર 1982માં બોમ્બે સેપર્સમાં કમિષન મળ્યું જે, કોર્પ્સ ઓફ એન્જિનિયર્સની રેજિમેન્ટ છે.તેઓ બ્રિટનના કૈમ્બર્લે સ્ટાફ કોલેજનો પણ એક ભાગ રહી ચુક્યા છે. અભ્યાસક્રમ પૂરો કર્યા પછી તેઓ ભારત પાછા ફર્યા અને ઉત્તરપૂર્વ ભારતના માઉન્ટેન બ્રિગેડના બ્રિગેડ મેજર તરીકે નિયુક્ત થયા. લેફ્ટનન્ટ કર્નલના હોદ્દા પર પહોંચ્યા પછી, તેમણે ઇથોપિયા અને એરિટ્રિયામાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં મુખ્ય ઇજનેર તરીકે સેવા આપી.
કોણ છે જનરલ મનોજ પાંડે
લેફઅટન જનરલ પાંડેનો જન્મ ડૉ. સી.જી. પાંડે અને પ્રેમાને ત્યાં થયો હતો, જેઓ ઓલ ઈન્ડિયા રેડિયોના ઉદ્ઘોષક અને હોસ્ટ હતા. તેમનો પરિવાર નાગપુરનો રહેવાસી છે. પ્રારંભિક શાળાકીય શિક્ષણ પછી. જનરલ મનોજ પાંડે નેશનલ ડિફેન્સ એકેડમીમાં જોડાયા હતા ત્યાથી તેમના સફરની શરુાત થી હતી. એનડીએ પછી, તેઓ ભારતીય મિલિટરી એકેડમીમાં જોડાયા અને અધિકારી તરીકે કમિશન લીધું. તેમણે 3 મે 1987ના રોજ સરકારી ડેન્ટલ કોલેજના ગોલ્ડ મેડલિસ્ટ અર્ચના સલ્પેકર સાથે લગ્ન કર્યા.