1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લાયન્સના ટ્રેનરો શાળા-કોલેજોમાં ડ્રગ અવેરનેસના કાર્યક્રમો કરશે, સરકાર સાથે થયાં એમઓયુ
લાયન્સના ટ્રેનરો શાળા-કોલેજોમાં ડ્રગ અવેરનેસના કાર્યક્રમો કરશે, સરકાર સાથે થયાં એમઓયુ

લાયન્સના ટ્રેનરો શાળા-કોલેજોમાં ડ્રગ અવેરનેસના કાર્યક્રમો કરશે, સરકાર સાથે થયાં એમઓયુ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા લાયન્સ ઈન્ટરનેશનલ district 3232B3 અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ વચ્ચે બુધવારે ખાસ MoU કરવામાં આવ્યા હતા. શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ શિક્ષણ નિયામક  પી.બી. પંડયા અને લાયન્સ ડિસ્ટ્રીકટ ગર્વનર  સુનિલ ગુગલીયાની હાજરીમાં  Drug Awareness and Rehabilitation activity માટે MoU સંપન્ન થયા હતા..

આ MoU અંતર્ગત લાયન્સ ડિસ્ટ્રીકટ (3232 B3)ના 300  ટ્રેનરો રાજ્યની 785  શાળાઓ અને 796  કોલેજોમાં “ડ્રગ અવેરનેસ” કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને જાગૃત કરશે. જે અંતર્ગત માદક દ્રવ્યોના સેવન અને તેની ભયાવહ બાબતો અંગે સેમિનાર, સ્ટ્રીટ પ્લે (શેરી નાટકો), વ્યાખ્યાનમાળાના આયોજન કરવામાં આવશે. વિવિધ કાર્યક્રમો થકી ચાલુ વર્ષે 10 લાખ વિદ્યાર્થીઓ નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવાનો લક્ષ્યાંક છે.

આ M0U દરમિયાન લાયન્સ ઈન્ટરનેશનલ district 3232B-3ના   drug  awareness ના ચેરપર્સન  નંદિની રાવલ , પ્રોટોકોલ ઓફિસર  નિમેષ મંજુમદાર, લાયન્સ કલબ ઓફ ગાંધીનગર ફેમિનાના સેક્રેટરી  ભૂમિબેન જોગાણી સહિતના લાયન્સ ડિસ્ટ્રીકટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે. કે ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં પોલીસની સતર્કતાને લીધે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ છે. અને દરિયાકાંઠેથી અવાર-નવાર બિનવારસી ડ્રગ્સ પણ પકડાતું હોય છે. ત્યારે ગુજરાતના યુવાનો ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે યુવાનોમાં જાગૃતિ આણવી જરૂરી છે. શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સના દુષણ સામે જાગૃતિ માટેના કાર્યક્રમો અપાશે. જે અંતર્ગત માદક દ્રવ્યોના સેવન અને તેની ભયાવહ બાબતો અંગે સેમિનાર, સ્ટ્રીટ પ્લે (શેરી નાટકો), વ્યાખ્યાનમાળાના આયોજન કરવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code