1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ઘરે આવ્યું નાનું મહેમાન – સરોગેસી મધરે બાળકને આપ્યો જન્મ
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ઘરે આવ્યું નાનું મહેમાન – સરોગેસી મધરે બાળકને આપ્યો જન્મ

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ઘરે આવ્યું નાનું મહેમાન – સરોગેસી મધરે બાળકને આપ્યો જન્મ

0
Social Share
  • પ્રિયંકા ચોપરા બની માતા 
  • સરોગેસી મધરે તેના બાળકને આપ્યો જન્મ

 

મુંબઈઃ- બોલિવૂડમાં તાજેતરમાં ઘણા કપલ્સના લગ્ન થયા તો ઘણા કપલ્સ માતા-પિતા બન્યા ત્યારે હવે માતા પિતા બનવાની શ્રએણીમાં વધુ એક ફેમસ કપલનું નામ ઉમેરાયું છે, અભિનેત્રી પ્રયિતંકા ચોપરા ઇને નિકના ઘરે બાળકનો જન્મ થયો છે, તેઓ માતાપિતા બન્યા છે.અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકાનું આ બાળક સેરોગસી મધરથી જન્મેલું બાળકે છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પોતે જ આ જાણકારી આપી છે. આ પોસ્ટમાં તેણે પ્રાઈવસીને જાળવવા માટે લોકોને અપીલ પણ કરી છે.

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે. થોડા સમય પહેલા શેર કરેલી આ પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું હતું કે, ‘અમને એ જણાવતા અત્યંત આનંદ થાય છે કે અમે સરોગસી દ્વારા અમારા બાળકનું સ્વાગત કર્યું છે. અભિનેત્રીએ આગળ લખ્યું, ‘આ ખાસ અવસર પર અમે આદરપૂર્વક અમારી પ્રાઈવેસીની માંગ કરી એ છીએ, કારણ કે અમે આ સમયે અમારું ધ્યાન અમારા પરિવાર પર કેન્દ્રિત કરવા માંગીએ છીએ. આપ સૌનો આભાર.’

 

સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતાની સાથે જ કપલને અભિનંદન આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એક્ટ્રેસની આ પોસ્ટ પર તેના ફેન્સથી લઈને અનેક સેલિબ્રિટી કોમેન્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત કપલના મિત્રો અને પરિવારજનો પણ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.ઉલ્લેખનીય છે જાણીતી અભિનેત્રી પ્રિયંકાએ ડિસેમ્બર 2018માં હોલિવૂડ સિંગર અને એક્ટર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાએ ફેમિલી પ્લાનિંગ પર વાતચીત કરી હતી.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code