
લંડનઃ પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે પૂર્વ પીએમ નવાઝ શરીફ ઉપર હુમલો
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં રાજકીય સંકટ ઘેરાયું છે અને વિપક્ષ દ્વારા પીએમ ઈમરાન ખાનને રાજીનામુ આપવા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ ઉપર હુમલો થયાનું જાણવા મળે છે. હાલ શરીફ બ્રિટેનના લંડન શહેરમાં રહેતા હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ હાલ લંડનમાં છે. અહીં તેમના પર ફરીથી હુમલો કરવામાં આવ્યો છે. 24 કલાકમાં તેમના પર આ બીજો હુમલો છે. 15 થી 20 નકાબધારી શખ્સોએ નવાઝ શરીફની ઓફિસ પર હુમલો કર્યો હતો. આના એક દિવસ પહેલા પણ નવાઝ શરીફની એક વ્યક્તિએ ફોન ફેંકીને હત્યા કરી હતી. આમ નવાઝ શરીફ ઉપર થયેલા હુમલાને પગલે પાકિસ્તાનમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સામે વિપક્ષ અને પ્રજામાં નારાજગી ફેલાઈ છે. તેમજ તેમના રાજીનામાની સતત માંગણી કરવામાં આવી રહી છે. ઈમરાનખાનની સામેની અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દેવામાં આવી હતી. તેમજ સંસદને પણ ભંગ કરવામાં આવી છે. જેથી હવે નવેસરથી પીએમ માટે ચૂંટણી યોજાશે. બીજી તરફ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.