
- મોંધવારી વચ્ચે મોટા રાહતના સમાચાર
- LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો
- જાણો નવા રેટ
દિલ્હી:જૂનના પ્રથમ દિવસે મોટી રાહત મળી છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ 1લી જૂન 2022ના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવના નવા દરો જાહેર કર્યા છે.દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ધરખમ ઘટાડો કર્યો છે, જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 999.5 રૂપિયા પર યથાવત છે.મુંબઈમાં પણ આ સિલિન્ડરની કિંમત 999.5 રૂપિયા છે. કોલકાતામાં તેની કિંમત 1026 રૂપિયા છે અને ચેન્નાઈમાં તેની કિંમત 1015.50 રૂપિયા છે.
ગયા મહિને સામાન્ય માણસને મોટો ફટકો પડ્યો હતો. તેલ કંપનીઓએ મે મહિનામાં ઘરેલુ રસોઈ સિલિન્ડરની કિંમતમાં બે વખત વધારો કર્યો હતો.સબસિડી વગરના 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં પહેલા 7 મેના રોજ 50 રૂપિયા અને પછી 19 મેના રોજ 3.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
ઘરેલુ એલપીજી સિલિન્ડર ઉપરાંત કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો હતો.તેલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 104 રૂપિયાનો વધારો કર્યો હતો.
આજથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 136 રૂપિયાનો ઘટાડો થયો છે.દિલ્હીમાં હવે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 2,354 રૂપિયાને બદલે 2219 રૂપિયામાં મળશે. અહીં કિંમતોમાં 136 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 133 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અહીં હવે કિંમત ઘટીને 2,322 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત 2455 રૂપિયા હતી.
મુંબઈમાં તે 2307 થી ઘટીને 2,171.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.અહીં કિંમતોમાં 135.50 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે ચેન્નાઈમાં 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે 2373 રૂપિયામાં મળશે. પહેલા તેની કિંમત 2,508 રૂપિયા હતી.
એપ્રિલ 2021થી અત્યાર સુધીમાં LPG સિલિન્ડરની કિંમતમાં 190 રૂપિયાનો વધારો થયો છે. આ પહેલા માર્ચ 2022માં પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તે પહેલા 6 ઓક્ટોબરે ઘરેલુ ગેસના ભાવમાં 50 રૂપિયા સુધીનો ઉછાળો આવ્યો હતો
એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે તમારે સરકારી ઓઈલ કંપની IOCની વેબસાઈટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.