
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી કોરોના પોઝિટિવ – સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ
- મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલ પાથલ વચ્ચે બીજા એક સમાચાર
- મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને થયો કોરોના
મુંબઈઃ- એક તરફ મહારાષ્ટ્રનું રાજકરણ ગરમાયું છે, શિવસેનાના નેતા 40 જેટલા ઘારાસભ્યોને લઈને આજે આસામ પહોચ્યા છએ ત્યારે હવે બીજી તરફ મહારાષ્ટ્રના રાજ્ય પાલ ભગતસિંહ કોશિયારીને લઈને અક સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને કોરોનાના હળવા લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવામાં આવ્યો જેમાં તેઓ કોરોના પોઝિટિવ ગહોવાનું જાણવા મળ્યું છે.
હાલર તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભગતસિંહ કોશ્યારીને આજરોજ બુધવારે દાખલ કરવામાં આવ્યા છે. તેમને દક્ષિણ મુંબઈની એક ખાનગી હોસ્પિટલ એનએચ રિલાયન્સ ખાતે દાખલ કરાયા હોવાની જાણકારી મળી રહી છે જો કે કોશિયારી હંમેશા કોરોનાના નિયમોનું પાલન કરતા જોવા મળ્યા છે તેઓ જાહેર સ્થળો પર માસ્ક પહેરતા હતા જો કે છંત્તા પણ તેઓને કોરોના થયો છે.