1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી: મતદાન પહેલા જ મહાયુતિનો ડંકો
મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી: મતદાન પહેલા જ મહાયુતિનો ડંકો

મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી: મતદાન પહેલા જ મહાયુતિનો ડંકો

0
Social Share

મુંબઈ, 3 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સત્તાધારી મહાયુતિ ગઠબંધને વિરોધ પક્ષોને પછાડીને રાજ્યની 69માંથી 68 બેઠકો પર બિનહરીફ વિજય મેળવી મોટી સરસાઈ હાંસલ કરી છે. આ પ્રચંડ જીતમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ ફાયદામાં રહી છે, જેના 44 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આંકડા મુજબ, 29 મહાનગરપાલિકાઓમાં કુલ 69 ઉમેદવારો બિનહરીફ થયા છે. જેમાં 44 બેઠકો ઉપર ભાજપ, 22 બેઠકો ઉપર શિવસેના(શિંદેજૂથ), 2 બેઠક ઉપર એનસીપી (અજિત પવાર) અને માલેગાંવની એક બેઠક ઉપર ઈસ્લામિક પાર્ટી બીનહરીફ જાહેર થઈ છે.

ભાજપે સૌથી વધુ કલ્યાણમાં 15 બેઠકો પર કબજો કર્યો છે. આ ઉપરાંત ભિવંડીમાં 6, પનવેલમાં 6, જલગાંવમાં 6, ધુલેમાં 4, અહલ્યાનગરમાં 3, પુણેમાં 2 અને પિંપરી-ચિંચવડમાં 2 બેઠકો બિનહરીફ જીતી છે. બીજી તરફ, મુખ્યમંત્રી એકનાથ શિંદેના ગઢ ગણાતા ઠાણેમાં શિવસેનાએ 7 બેઠકો જીતી છે. ફોર્મ પાછા ખેંચવાના દિવસે આખા રાજ્યમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. અનેક જગ્યાએ પક્ષના બાગી ઉમેદવારોને મનાવવા માટે નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું.

દરમિયાન સોલાપુરમાં ભાજપના જ બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં એક કાર્યકરનું મોત નીપજ્યું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નાગપુરમાં ભાજપના બાગી કિસાન ગાવંડેને તેમના જ સમર્થકોએ ઘરમાં પૂરી દીધા હતા, જેથી તેઓ ફોર્મ પાછું ન ખેંચી શકે. જોકે, અંતે પક્ષના આદેશનું પાલન થયું હતું. મુંબઈમાં ભાજપના 5 બાગી ઉમેદવારોએ હજુ પણ મેદાનમાં રહેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભિવંડીમાં ઉદ્ધવ અને રાજ ઠાકરેના જૂથો વચ્ચે ગઠબંધન તૂટતા સામસામે ઉમેદવારી નોંધાઈ છે. છત્રપતિ સંભાજીનગરમાં ભાજપના પાયાના કાર્યકરોએ ‘બહારના’ ઉમેદવારોને ટિકિટ આપવા બદલ પક્ષ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસ તરફથી ધારાસભ્ય વિકાસ ઠાકરે અને નીતિન રાઉતે બાગીઓને મનાવવા સંગઠનમાં મોટા હોદ્દા આપવાની લાલચ આપી હતી, તેમ છતાં કેટલાક વિસ્તારોમાં બળવો યથાવત રહ્યો છે. છત્રપતિ સંભાજીનગરમાં પ્રશાંત ભદાણે-પાટીલે ફોર્મ પાછું ખેંચવાનો ઇનકાર કરી લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે. હવે બાકી રહેલી બેઠકો માટે 15 જાન્યુઆરીએ મતદાન થશે, જેમાં BMC સહિતની મહત્વની પાલિકાઓનું ભાવિ નક્કી થશે.

આ પણ વાંચોઃ મુંબઈ ઈન્ડિયન્સે મહિલા પ્રીમિયર લીગ 2026 માટે નવી જર્સી લોન્ચ કરી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code