
- ચહેરાના સારા કટ માટે આઈબ્રોનો શેપ જરુરી
- આઈબ્રોને ત્યારે જ શેપ આપી શકાય જ્યારે આઈબ્રો ઘટ્ટ હોય
- દિવેલ અને લેવોવિરાથી આઈબ્રોને હવે ઘટ્ટ બનાવો
- ઘટ્ટ આભબ્રો તમારા ચહેરાની સુંદરતા વધારે છે
સામાન્ય રીતે દરેક સ્ત્રીઓ કે યુવતીઓ ઈચ્છે છે કે તેની આઈબ્રો સુંદર અને ઘટ્ટ હોય અને તેમનો ચહેરો ખુબ જ આકર્ષક લાગે, જો કે ચહેરાની સુંદરતા આઈબ્રોમાં છુપાયેલી છે, જો તમારી આઈબ્રોનો શેપ બરાબર હશે તો તમારો ચહેરો પણ સુંદર દેખાશે.
આજકાલ પાર્લરમાં આઈબ્રોમાં પમ અલગ અલગ શેપ આપવામાં વતો હોય છે,જેમાં ગાળાકાર શેપ, ત્રિકોણ શેપ, ખુણાવાળી આઈબ્રો જેવા શેપનો સમાવેશ થાય છે, પરંતુ આ અવનવા શેપ ત્યારે જ આપી શકાય છે જ્યારે આપણી આઈબ્રોમાં પુરતા વાળ હોઈ આઈબ્રો ઘટ્ટ હોય.
જો તમારી આઈબ્રો લાઈટ છે જેના કારણે તમે અવનવા શેપ આપી શકતા નથી તો હવે તમારે આ પ્રમાણેના ઘરેલું નુસ્ખાો અપનાવવા જોઈએ જેથી તમારી આઈબ્રો ઘટ્ટ બનશે અને તમે મનચાહી આઈબ્રો સેટ કરી શકો છો.
1 આઈબ્રોનો ગ્રોથ ઓછો હોય ત્યારે તમારે અવાર નવાર એટલે કે મહિનામાં 2 થી 4 વખત આઈબ્રોના સાઈડ પરના વાળ થ્રેડથી રિમૂવ કરાવતા રહેવું જેથી વાળનો ગ્રોથ વધશે.જેમ તમે વાળ રિમૂવ કરશો તેમ ગ્રોથ વધવાની શક્યતાઓ વધે છે.
2 જો આઈબ્રોને બ્લેક અને ઘટ્ટ બનાવવી હોય તો દરરોજ રાતે સુતા વખતે દિવેલથી આઈબ્રો પર 2 મિનિટ મસાજ કરીને તેને એમજ રહેવા દઈ સુઈ જવું આમ રોજ કરવાથી આઈબ્રો ઘટ્ટ અને બ્લેક બને છે.
3 બદામના તેલના ઉપયોગથી આઈબ્રોને ઘટ્ટ બનાવી શકો છો, આ માટે રાતે બદામનું તેલ આઈબ્રો પર લગાવીને સુઈ જવાનું ,આ પ્રક્રિયા દરોરજ રાતે કરવી જેથી આઈબ્રોના આછા વાળ ગ્રોથમાં પરિણામ પામે છે,અને આઈબ્રો શાઈન પણ કરશે
4 આ સાથે જ નારિયેળના તેલની જેમ ટી ટ્રી ઓઈલ પણ વાળની વૃદ્ધિ અને જાડાઈ માટે સારું માનવામાં આવે છે. રોજ તમારી આઈબ્રો પર લગાવો અને આખી રાત રહેવા દો.
5 ડુંગળીના રસમાં સલ્ફર જોવા મળે છે, જેનાથી વાળ ઝડપથી વધે છે અને ઘટ્ટ થવામાં મદદ કરે છે. આ માટે એક ડુંગળીનો રસ કાઢીને આઈબ્રો પર લગાવો. થોડી વાર રહેવા દો, જ્યારે જ્યુસ સુકાઈ જાય તો તેને પાણીથી ધોઈ લો.આ તમામ ઘરેલું ઉપચારથી તમે તમારી આઈબ્રોની સુંદરતા વધારી શકો છો આઈબ્રોને ઘટટ કરી શકો છો.