રેસીપી, 02 સપ્ટેમ્બર 2026: Coconut Makhana Ladoo recipe જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર બાલ ગોપાલને ભોગ ધરાવવા માટે કોકોનટ મખાના લાડુ એક અત્યંત પૌષ્ટિક, પવિત્ર અને સ્વાદિષ્ટ ફરાળી ઓપ્શન છે. મખાનામાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે, જ્યારે છીણેલું નારિયેળ અને એલચીની સુગંધ આ લાડુને એકદમ રોયલ ટેસ્ટ આપે છે. રિફાઈન્ડ શુગરને બદલે ગોળ કે દેશી ખાંડ સાથે બનતા આ લાડુ ઉપવાસ માટે પણ બેસ્ટ ફરાળી સ્વીટ છે. જમાષ્ટમી સ્પેશિયલ કોકોનટ મખાના લાડુ રેસીપી
સામગ્રી
2 કપ મખાના
1 કપ સુકા નારિયેળનું છીણ
3/4 કપ ગોળ અથવા દેશી ખાંડ / બૂરું (સ્વાદ મુજબ)
2 થી 3 ચમચી દેશી ઘી
2 ચમચી બદામ અને કાજુના ટુકડા
1 ચમચી પિસ્તાની કતરી
1/2 ચમચી એલચી પાઉડર
કોકોનટ મખાના લાડુ બનાવવાની રીત
એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં મખાના ઉમેરો. ધીમા તાપે 5 મિનિટ સુધી મખાના ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો અને અલગ પ્લેટમાં કાઢી લો.
એ જ કડાઈમાં સુકા નારિયેળનું છીણ ઉમેરી ધીમા તાપે 1 મિનિટ માટે હળવું શેકી લો અને તેને પણ અલગ કાઢી લો. શેકેલા મખાના ઠંડા થાય એટલે મિક્સર જારમાં લઈ અધકચરા પીસી લો.
સાથે કાજુ અને બદામને પણ મિક્સરમાં દરદરા પીસી લો અથવા બારીક કાપી લો. એક વાસણમાં પીસેલા મખાના, શેકેલું નારિયેળ, ડ્રાયફ્રુટ્સનો પાવડર અને એલચી પાવડર ઉમેરી મિક્સ કરી લો.


