Homeગુજરાતીખોરાકઓછી મહેનતે બનાવો નાસ્તા માટે પરફેક્ટ સિંધી કોકી, જાણો રેસીપી

ઓછી મહેનતે બનાવો નાસ્તા માટે પરફેક્ટ સિંધી કોકી, જાણો રેસીપી

રેસીપી, 31 ઓગસ્ટ 2026: એકદમ ટેસ્ટી અને હેલ્ધી સિંધી મિલેટ કોકી ને મેં રાગી અને જુવાર સાથે એક નવો હેલ્ધી ટ્વિસ્ટ આપ્યો છે. આમાં ડુંગળી, મરચાં, કોથમીર અને મસાલાનો મસ્ત ટેસ્ટ છે અને બનાવવી પણ સાવ સહેલી છે. સવારના નાસ્તા કે ટિફિન માટે આ બેસ્ટ છે, તેને તમે દહીં, અથાણું કે ગરમાગરમ ચા સાથે પીરસી શકો છો.

હેલ્ધી મિલેટ કોકી વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ગ્લુટેન ફ્રી ઓપ્શન પૂરો પાડે છે. સવારના નાસ્તામાં કે સાંજના ચા નાસ્તા સાથે દહીં, ચટણી કે અથાણા સાથે આ ગરમાગરમ નાસ્તો પીરસી શકો છો.

હેલ્ધી મિલેટ કોકી રેસીપી

સામગ્રી

1/2 કપ રાગીનો લોટ

1/2 કપ જુવારનો લોટ

1/3 કપ ઘઉંનો લોટ

1/5 ટેબલસ્પૂન ઘી (મોણ માટે)

મીઠું (સ્વાદ મુજબ)

1/2 ટીસ્પૂન અજમો

1 ટીસ્પૂન જીરું

થોડા વાટેલા કાળા મરી

ઝીણા સમારેલા લીલા મરચાં

1 મોટી ઝીણી સમારેલી ડુંગળી

ઘણા બધા ઝીણા સમારેલી કોથમીર

પાણી (લોટ બાંધવા માટે જરૂર મુજબ)

ઘી (શેકવા માટે)

હેલ્ધી મિલેટ કોકી બનાવવાની રીત

સૌ પ્રથમ એક થાળીમાં 1/2 કપ રાગીનો લોટ, 1/2 કપ જુવારનો લોટ અને 1/3 કપ ઘઉંનો લોટ લો. તેમાં મોણ માટે 1.5 ટેબલસ્પૂન ઘી અને થોડું મીઠું ઉમેરો.

ઘી અને લોટને હાથથી બરાબર મિક્સ કરી લો. પછી તેમાં 1/2 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન જીરું અને થોડા વાટેલા કાળા મરી નાખો.

હવે લોટમાં ઝીણા સમારેલા લીલા મરચાં, ઝીણી સમારેલી ડુંગળી અને પુષ્કળ પ્રમાણમાં સમારેલી કોથમીર ઉમેરો. ત્યારબાદ મોણ માટે ઘી ઉમેરીને લોટને હાથથી સારી રીતે મિક્સ કરી લો જેથી ઘી અને મસાલા લોટમાં ભળી જાય.

હવે જરૂર મુજબ થોડું-થોડું પાણી ઉમેરીને કોકી માટેનો કડક (ટાઈટ) લોટ બાંધી લો.બાંધેલા લોટને 5 મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો.

એક લુઆને હાથથી થોડો ચપટો કરી ગરમ તવા પર બંને બાજુ માત્ર 15 સેકન્ડ માટે હળવો શેકી લો. હવે આ હળવા શેકેલા લુઆને પાટલા પર મૂકી વેલણ વડે થોડો જાડો વણી લો.

વણેલી કોકી પર છરી કે ચીપિયા વડે નાના-નાના કાપા બનાવી લો જેથી તે અંદર સુધી સારી રીતે શેકાઈ જાય.

તવા પર ધીમા થી મધ્યમ તાપે કોકીને મૂકો. બંને બાજુ થોડું-થોડું ઘી લગાવીને ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.

તૈયાર છે ગરમાગરમ અને ક્રંચી હેલ્ધી મિલેટ કોકી! આ કોકીને મોળા દહીં, લીલી ચટણી, અથાણાં કે ગરમાગરમ ચા સાથે સર્વ કરો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular