1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મલંકારા ઓર્થોડોક્ટ સીરિયન ચર્ચ ઓફ ઈન્ડિયાના ઉચ્ચ પ્રમુખનું વિતેલી મોડી રાતે નિધનઃ પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
મલંકારા ઓર્થોડોક્ટ સીરિયન ચર્ચ ઓફ ઈન્ડિયાના ઉચ્ચ પ્રમુખનું વિતેલી મોડી રાતે નિધનઃ પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

મલંકારા ઓર્થોડોક્ટ સીરિયન ચર્ચ ઓફ ઈન્ડિયાના ઉચ્ચ પ્રમુખનું વિતેલી મોડી રાતે નિધનઃ પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

0
Social Share
  • મલંકારા ઓર્થોડોક્ટ સીરિયન ચર્ચ ઓફ ઈન્ડિયાના ઉચ્ચ પ્રમુખનું નિધવન
  • વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યું

 

દિલ્હીઃ- મલંકાર ઓર્થોડોક્સ સીરિયન ચર્ચ ઓફ ઈન્ડિયાના સર્વોચ્ચ વડા બેસેલિયસ માર્થોમા પૉલોસ દ્રિતિયનું વિતેલી રવિવારની મોડી રાત્રે 74 વર્ષની વયે અવસાન થયું છે.આ અંગેની ચર્ચ પ્રવક્તાએ આ માહિતી આપી હતી.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે,  કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમની સ્વાસ્થ્ય લક્ષી ફરીયાદ રહેતી હતી જેને કારણે તેઓને કેરળના પતમનતિટ્ટા જિલ્લાની પારુમાલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યા રવિવારે મોડી રાત્રે લગભગ 2: 35 વાગ્યે  આસપાસ તેમનું અવસાન થયું હતું.

બેસેલિયસ મારથોમા પૉલો ડિસેમ્બર 2019 થી ફેફસાના કેન્સરથી પણ પીડિત હતા અને આ વર્ષે ફેબ્રુઆરીમાં કોરોના વાયરસના સંક્રમણથી સ્વસ્થ થયા હતા. બેસલિયસ માર્થોમા પાલોસ દ્રિતિય એ માલંકારના ચર્ચના આઠમા વડા કેથોલિક હતા.

તેમના નિધનને લઈને પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીરિયન ચર્ચ ઓફ ઈન્ડિયાના સર્વોચ્ચ વડા બેસલિયસ માર્થોમા નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણએ કહ્યું હતું કે,”પરમ પાવન મોરન માર બેસિલિયોસ માર્થોમા  પૉલોસના અવસાનથી દુઃખી છુ, તેમણે તેના પાછળ સેવા અને કરુણાનો સમૃદ્ધ વારસો છોડી ગયા છે. આદુઃખના સમયમાં મારી સંવેદનાઓ ઓર્થોડોક્સ ચર્ચના સભ્યો સાથે છે”.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code