ગુજરાતી

કોઈપણ કાયદાથી ઉપર નથી, ડૉ. ઝાકિર નાઈક પણ નહીં : મલેશિયાના ગૃહ પ્રધાન

નવી દિલ્હી : આતંકવાદી ગતિવિધિઓના આરોપમાં ભારતમાં વોન્ટેડ ઈસ્લામિક પ્રચારક ઝાકિર નાઈક સંદર્ભે મલેશિયાના ગૃહ પ્રધાન એમ. યાસીને કહ્યુ છે કે તે કાયદાથી ઉપર નથી. તેમણે કહ્યુ છે કે કોઈપણ કાયદાથી ઉપર નથી, ડૉ. ઝાકિર નાઈક પણ નહીં. આના પહેલા મલેશિયાની સરકારે ઝાકિર નાઈકના ભાષણ પર રોક લગાવી હતી.

મલેશિયાના અધિકારીઓએ ઝાકિર નાઈકે હિંદુઓ અને ચીનીઓ વિરુદ્ધ કથિત વંશવાદી ટીપ્પણી કરવાના મામલામાં બીજી વખત તલબ કરવામાં આવ્યો હતો. આના કેટલાક કલાકો પહેલા વડાપ્રધાન મહાતિર મોહમ્મદે વિવાદીત ભારતીય ઈસ્લામિક પ્રચારકને કહ્યુ હતુ કે તેને દેશમાં રાજકીય ગતિવિધિઓમાં સામેલ થવાની મંજૂરી નથી.

ન્યૂઝ એજન્સીએ પોલીસ કોર્પોરેટ કમ્યુનિકેશનના હેડ દાતુક અસમાવતી અહમદને ટાંકીને લખ્યું છે કે હા, આવો આદેશ તમામ પોલીસ સ્ટેશનોને આપવામાં આવ્યો છે અને આ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં તથા વંશવાદી સૌહાર્દ બનાવી રાખવા માટે કરવામાં આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે આધિકારીક બરનામા સંવાદ સમિતિએ અહેવાલ આપ્યો હતો કે નાઈકને રોયલ મલેશિયા પોલીસ મુખ્યમથક બુકિત અમનમાં તેનું નિવેદન નોંધાવવા માટે બીજી વખત બોલાવવામાં આવ્યો હતો. ભારતીય અધિકારી કથિત મની લોન્ડ્રિંગ અને નફરત ભર્યા ભાષણો દ્વારા કટ્ટરપંથને ભડકાવવાના મામલામાં 2016થી નાઈકની શોધખોળ કરી રહ્યા છે.

સીઆઈડીના નિદેશક હુજીર મોહમ્મદે કહ્યુ છે કે ઝાકિર દંડ સંહિતાની કલમ-504 હેઠળ પોતાનું નિવેદન આપવા માટે બુકિત અમન આવવાનો છે. આ કલમ શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરણી કરવાની મનસા સાથે જાણીજોઈને અપમાન કરવા સાથે જોડાયેલી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 53 વર્ષીય ઉપદેશકે પહેલીવાર 16 ઓગસ્ટે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તે મુસ્લિમ બહુલ મલેશિયાનો સ્થાયી નિવાસી છે.

Related posts
EnglishPolitical

Turkey’s Islam Mission: After Hagia Sophia, country’s historic Chora church also reconverted to mosque

New Delhi: Turkish President Tayyip Erdogan reconverted the historic Chora church, one of Istanbul`s most celebrated Byzantine buildings, into a mosque on Friday,…
ગુજરાતી

પાકિસ્તાનની ચર્ચિત સૂફી સિંગરે શાજિયા ખશ્કે ઈસ્લામની સેવામાં જિંદગી વિતાવવા માટે ગાવાનું છોડયું

પાકિસ્તાનની ચર્ચિત સૂફી સિંગર શાજિયા ખશ્કે સિંગિગને કહી અલવિદા શાજિયા ખશ્કે ઈસ્લામની સેવામાં જિંદગી વિતાવવા ગાવાનું છોડયું ઈસ્લામાબાદ: પાકિસ્તાનની ચર્ચિત સૂફી સિંગર…
ગુજરાતી

અમૃતસર, પઠાનકોટ, બાટલા, ગુરુદાસપુરમાં આતંકી હુમલાનું એલર્ટ, એરબેઝ-આર્મી કેમ્પ પણ નિશાના પર

પંજાબમાં ચાર શહેરોમાં આતંકી હુમલાને લઈને એલર્ટ એરબેઝ-આર્મી કેમ્પ આતંકીઓના નિશાને હોવાનું એલર્ટ ચંદીગઢ: પંજાબના ચાર શહેરોમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં…

Leave a Reply