1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના દરિયાકિનારાનું સંરક્ષણ અને જાળવણી માટે 3006 હેક્ટરમાં મેન્ગ્રુવ્સનું વાવેતર કરાશે
ગુજરાતના દરિયાકિનારાનું સંરક્ષણ અને જાળવણી માટે 3006 હેક્ટરમાં મેન્ગ્રુવ્સનું વાવેતર કરાશે

ગુજરાતના દરિયાકિનારાનું સંરક્ષણ અને જાળવણી માટે 3006 હેક્ટરમાં મેન્ગ્રુવ્સનું વાવેતર કરાશે

0
Social Share

અમદાવાદઃ દ્વારકા જિલ્લાના રૂક્ષ્મણી મંદિર ખાતે વન મહોત્સવ અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે હરિયાળી મહોત્સવ ૨૦૨૩ કાર્યક્રમનું આયોજન કેન્દ્રના પર્યાવરણ, વન, જલવાયુ પરિવર્તન અને શ્રમ રોજગાર વિભાગના મંત્રી ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષ સ્થાને તેમજ 
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. જેમાં રૂક્ષ્મણી મંદિર પાસે ઉપસ્થિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, માછીમાર સમુદાયના પ્રતિનિધિઓ, વન વિભાગના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ દ્વારા ચેરનું પૂજન અને વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વન વિભાગના 8 અધિકારીઓ કરેલ વિશેષ કામગીરી બદલ તેમને સમ્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ 6 કોર્પોરેટ્સ પાર્ટનર સાથે મિષ્ટી પ્રોજેક્ટ હેઠળ વન વિભાગ દ્વારા એમઓયુ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, પ્રકૃતિનું જતન કરવું આપણા સૌની જવાબદારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વને મિશન લાઇફનો મંત્ર આપ્યો છે. ગુજરાત વિશાળ દરિયાકિનારો ધરાવે છે. જમીનની ખારાશ અને ધોવાણ થતું અટકે તે માટે મેનગૃવ્સની ભૂમિકા મહત્વની છે. જેના પરિણામે જ મિષ્ટી પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. કુદરતી આફતો જેવી કે પુર અને વાવાઝોડાના સમયે પણ દરિયાકિનારાના વિસ્તારોમાં ચેરના વાવેતર થકી નુકશાન થતું અટકે છે. દરિયા કિનારાના સંરક્ષણ અને જાળવણી તેમજ ડોલ્ફિન રક્ષણ માટે પણ મેન્ગ્રુવનું વાવેતર અને તેની જાળવણી મહત્વની ભૂમિકા ભજવે છે.

મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા આવનારી કુદરતી આફતો સામે લડી શકાય તે માટે પર્યાવરણના જતન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા બિપરજોય વાવાઝોડા દરમિયાન આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે રાજ્યમાં એક પણ માનવ મૃત્યુ થયું નથી તે બદલ સરકારને અભિનંદન પાઠવ્યા હતા. આવનારા સમયમાં પણ કુદરતી આફતો સામે લડી શકાય તે માટે પર્યાવરણનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું. આજે ગુજરાતના વિશાળ દરિયાકિનારાના 3006 હેકટર વિસ્તારમાં મેન્ગ્રુવના વાવેતર માટે વિવિધ 6 કોર્પોરેટ્સ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.

રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, હરિયાળી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન-2023ના રોજ મિષ્ટી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાંથી ગુજરાતમાં 25 જગ્યાએ ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. વન મહોત્વની ઉજવણી કરવાની પહેલ થકી ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો પર વિવિધ વનોની સ્થાપના કરવામાં આવી છે. અને મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેથી કરીને પર્યાવરણના સંરક્ષણ સાથે આ વનો પર્યટન સ્થળો તરીકે પણ વિકસ્યા છે. રૂક્ષ્મણી મંદિર પાસે ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેના થકી જમીનનું ધોવાણ થતું અટકશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code