1. Home
  2. ગુજરાતી
  3. મનોજ બાજપાયીએ પોતાના વિશે ઘસાતુ બોલનારા સુનીલ પાલને આપ્યો કરારો જવાબ
મનોજ બાજપાયીએ પોતાના વિશે ઘસાતુ બોલનારા સુનીલ પાલને આપ્યો કરારો જવાબ

મનોજ બાજપાયીએ પોતાના વિશે ઘસાતુ બોલનારા સુનીલ પાલને આપ્યો કરારો જવાબ

0
Social Share
  • ઓટીટી પ્લેટફોર્મ અંગે સુનીલ પાલે કર્યું હતું નિવેદન
  • અભિનેતાની વેબ સીરિઝને અશ્લિલ ફિલ્મ સાથે સરખાવી હતી
  • મનોજ બાજપાયીએ મોડિટેશનની આપી સલાહ

મુંબઈઃ જાણીતા કોમેડિયન સુનીલ પાલે તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ અને મનોજ બાજપાયી વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. જેનું રિએકશન આપતા અભિનેતા મનોજ બાજપાયીએ સુનીલ પાલને મેડિટેશન કરવાની સલાહ આપી હતી. સુનીલ પાલે અભિનેતા મનોજ બાજપાયીને બદતમીજ કહ્યાં હતા. તેમજ અભિનેતાની વેબ સિરીઝ ધ ફેમિલી મેનની સરખામણી અશ્લિલ ફિલ્મ સાથે કરી હતી.

સુનીલ પાલની વાત ઉપર સ્મિત આપીને અભિનેતા મનોજ બાજપાયીએ જણાવ્યું હતું કે, તેમની પાસે કામ નથી એટલે તેઓ આવુ કહી રહ્યાં છે તેમને ધ્યાન લગાવાની જરૂર છે. હું સમજુ છુ કે લોકો પાસે નોકરી નથી. હું આ સ્થિતિમાંથી પસાર થઈ ચુક્યો છે. જેથી આવા સમયમાં લોકોએ ધ્યાન કરવું જોઈએ.

સુનીલ પાસે વર્ષ 2005માં સ્ટેન્ડ-અપ કોમેડી રિયાલિટી શો જીત્યો હતો. તે બાદ તેમણે ફિર હેરાપેરી અને અપના સપના મની મની જેવી ફિલ્મોમાં કોમિક રોલ પણ કર્યાં છે. તેમણે તાજેતરમાં જણાવ્યું હતું ઓટીટી પ્લેટફોર્મ સેન્શરશીપ નહીં હોવાથી તેનો ગેરફાયદો ઉઠાવે છે. તેમણે કહ્યું હતું કે, લોકો એવા કંન્ટેટ બનાવે છે પરિવાર સાથે બેસી જોઈ શકાતું નથી. તેમજ ધ ફેમિલી મેન વેબ સિરીઝ બાબતે પણ નિવેદન આપ્યું હતું. મનોજ બાજપાયી વિશે કહ્યું હતું કે, તેઓ મોટા એકટર હશે અને મોટા એવોર્ડ મળ્યા છે. જો કે, તેમના જેટલુ બદતમીજ માણસ જોયો નથી.

(Photo- File)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code