રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 152 મી જન્મજયંતિ,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 152 મી જન્મજયંતિ
- પીએમ મોદી સહીત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
દિલ્હી:દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. દેશે તેમને રાષ્ટ્રપિતાનો દરજ્જો આપ્યો છે. તેમનું અતુલનીય યોગદાન અવિસ્મરણીય છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 152 મી જન્મજયંતિ છે.ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમના કાર્યો અને વિચારોએ દેશની સ્વતંત્રતા અને ત્યારબાદના સ્વતંત્ર ભારતને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવી હતી. જો સમગ્ર વિશ્વમાં ભારતનું નામ આદર સાથે લેવામાં આવે તો આનો પ્રથમ શ્રેય મહાત્મા ગાંધીને જાય છે. અહિંસા અને સત્યના પૂજારી ગાંધીને 30 જાન્યુઆરી 1948 ના રોજ નાથુરામ ગોડસેએ ગોળી મારી દીધી હતી.ત્યારે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિતે પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ બાપુને શ્રદ્ધાંજલિ આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યું, ‘રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર નમ્ર શ્રદ્ધાંજલિ. પૂજ્ય બાપુનું જીવન અને આદર્શો દેશની દરેક પેઢીને ફરજના માર્ગે ચાલવા માટે પ્રેરિત કરતા રહેશે. ‘તેમણે લખ્યું,’ ગાંધી જયંતિ પર, હું આદરણીય બાપુને નમન કરું છું. તેમના મહાન સિદ્ધાંતો વૈશ્વિક સ્તરે સંબંધિત છે અને લાખો લોકોને શક્તિ આપે છે.
राष्ट्रपिता महात्मा गांधी को उनकी जन्म-जयंती पर विनम्र श्रद्धांजलि। पूज्य बापू का जीवन और आदर्श देश की हर पीढ़ी को कर्तव्य पथ पर चलने के लिए प्रेरित करता रहेगा।
I bow to respected Bapu on Gandhi Jayanti. His noble principles are globally relevant and give strength to millions.
— Narendra Modi (@narendramodi) October 2, 2021
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ‘હું ગાંધી જયંતિ પર પૂજ્ય બાપુને નમન કરું છું. જબરદસ્ત ઇચ્છાશક્તિ અને અપાર જ્ઞાન સાથેનું વિશાળ વ્યક્તિત્વ ભારતની સ્વતંત્રતા ચળવળને અનુકરણીય નેતૃત્વ પૂરું પાડે છે. તો ચાલો આપણે તેમની જન્મજયંતિએ ‘સ્વચ્છતા અને આત્મનિર્ભર ભારત’ માટે પોતાને સમર્પિત કરીએ.
I bow to Pujya Bapu on Gandhi Jayanti. A towering personality blessed with tremendous willpower and immense wisdom, he provided exemplary leadership to India’s freedom movement. Let us rededicate ourselves to ‘Swachchta and Atmanirbharbharta’ on his jayanti.
— Rajnath Singh (@rajnathsingh) October 2, 2021
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું, ‘ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કરીને દેશને એક કરનારા મહાન નેતા,દુનિયાને અહીસાનો માર્ગ દેખાડનાર બાપુ ‘મહાત્મા ગાંધીજીની જયંતિ પર તેમને કોટી-કોટી પ્રણામ.પૂજ્ય બાપુનું જીવન દર્શન અને તેમના વિચારો હંમેશા આપણા બધા માટે પ્રેરણાદાયી છે.
भारतीय स्वाधीनता संग्राम का नेतृत्व कर देश को एकजुट करने वाले महान नेता, दुनिया को अहिंसा का मार्ग दिखाने वाले 'बापू' महात्मा गांधी जी की जयंती पर उन्हें कोटि-कोटि नमन।
पूज्य बापू का जीवन दर्शन और उनके विचार हम सभी के लिए सदैव प्रेरणादायी है। pic.twitter.com/cxdv0SFMFs
— Smriti Z Irani (@smritiirani) October 2, 2021