
જાણો ઘરના ફ્રીજમાં જમાવેલા બરફના અનેક ઉપયોગ – સોજાથી લઈને દુખાવામાં બરફ આપે છે રાહત
સામાન્ય રીતે આપણાને ઘરમાં કંઈક વાગે છે અથવા તો વાગ્યા બાદ બ્લડ નીકળે છો તો આપણે પ્રાથમિક ઉપચાર પહેલા કરી લેતા હોઈએ છીએ અને ત્યાર બાદ ડોક્ટરની મુલાકાત કરતા હોય છે, ત્યારે આજે આપણે બરફના પ્રાથમિક સારવારમાં ઉપયોગ કઈ રીતે કરી શકાય તે વાત કરીશું.
સામાન્ય રીતે ફ્રીજ તો આજકાલ દરેક ઘરમાં જોવા મળે છએ જેમાં આપણે ટ્રેમાં બરફ જમાવતા હોઈ છે, આમ તો બરફ પણ એક ઔષધિય ગુણ ઘરાવે છે તેમ કહીએ તો તે વાત ખોટી નથી, કારણે કે વાગવાથી લઈને ચહેરાની સુંદરતાને બરકરાર રાખવા માટે આ બરફનો ખાસ ઉપયોગ કરવામાં આવતો હોય છે, આપણે બરફ માત્ર ઠંડા પીણામાં જ ઉપયોગ કરી શકીએ તેવું નથી, આ સિવાય પણ બરફના ઘણા એવા ઉપયોગો છે જે આપણા શરીર અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા છે.
જાણો બરફના આરોગ્યલક્ષી ઉપયોગ
- જ્યાર આપણાને શરીરના કોઈ પણ ભાગમાં ઈજા થાય છે અને તે ભાગમાં સોજો આવી જાય છે ત્યારે બરફને એક કટકામાં લપેટીને સોજા પર ઘસવાથી સોજો ઓછો થાય છે
- જ્યા વાગ્યું હોય ત્યા બરફ ઘસવાથી દુઃખાવામાં પણ રાહત થાય છે.
- મેકઅપ કરતી વખતે પહેલા ચહેરા પર બરફ ધસવામાં આવે તો મેકઅપ લાંબા સમય સુઘી ચહેરા પર ટકી રહે છે.
- જ્યાપે મેકઅપ રીમૂવ કરો અને ચહેરો ખરાબ થવાનો ડર રહે છે ત્યારે પણ બરફ ચહેરા પર ઘસવાથી તે ચહેરાને નુકશાનથી બચાવે છે અને ચહેરાની સ્કીન સ્મૂથ બનાવે છે.
- ગઠીયા વા ના દુખાવામાં દુખાવો થતો હોય તે જગ્યા પર બરફનો ટુકડો થોડી વાર રાખવો અને ફરી લઈ લેવો આમ 4 થી 5 કરવાથી દુખાવામાં રાહત થશે.
- વધુ પડતી ગરમીમાં ચહેરા પર આઈસ ક્યુબ ઘસવાથી ચહેરાથી ઓઈલ દૂર થશે અને સ્કીન ગ્લો કરશે.
- હાથ-પગમાં કાંટો કે ફાંસ વાગેલી હોય તો અને તેની સોયથી કાઢવાની હોય તો તે જગ્યા પર પહેલા બરફ ઘસવો જેથી ફાંસ કે કાંટો બહાર આવી જશે.
- જ્યારે માથામાં દુખાવો થતો હોય ત્યારે બરફના ટુકડા ને રૂમાલમાં લપેટીને માથા પર રાખવો દુખાવામાં રાહત થશે
- જ્યારે તમને ખૂબજ વોમીટ થતી હોય ત્યારે મોં મા બરફ રાખવાથી વોમિટમાં આરામ મળશે
- આંખોમાં ખૂબ જ બળતરા થાય ત્યારે આંખો પર રુમાલમાં બરફ રાખીને ઘસવાથી આરામ મળે છે
- જ્યારે દાઝી ગય હોય ત્યારે દાઝેલા ભાગ ઉપર તરત જ બરફ લગાવાથી બળતરા દૂર થાય છે અને રાહત મળે છે
- ઇન્જેક્શન જ્યાકરે પણ લીઘુ હોય અને ગાંઠ જેવું લાગે કે દુખાવો થાય ત્યારે તે ભાગ પર બરફ ઘસવો જોઈએ જેનાથી રાહત થાય છે.
સાહિન મુલતાની-