1. Home
  2. ગુજરાતી
  3. કાવડ યાત્રાના સમગ્ર માર્ગ પર ખુલ્લામાં માસનું વેચાણ કરી શકાશે નહી – યોગી સરકારનો આદેશ
કાવડ યાત્રાના સમગ્ર માર્ગ પર ખુલ્લામાં માસનું વેચાણ કરી શકાશે નહી –  યોગી સરકારનો આદેશ

કાવડ યાત્રાના સમગ્ર માર્ગ પર ખુલ્લામાં માસનું વેચાણ કરી શકાશે નહી – યોગી સરકારનો આદેશ

0
Social Share
  • કાવડયાત્રાને લઈને યોગી સરકાર બની સખ્ત
  • માસના ખુલ્લામાં વેચાણ પર પ્રતિબંધનો આદેશ

લખનૌઃ-  ઉત્તરપ્રદેશની યોગી સરકાર કાવડયાત્રાને લઈને સખ્ત બની છે યોગી સરકારે કાડવયાત્રાના માર્ગ પર ખુલ્લામાં માસનું વેચાણ ન કરવા જણાવ્યું છે અને આ મામલે આદેશ પણ આપ્યો છએ આમ કરનારા સામે કાર્યવાહી પણ કરવામાં આવશે

 જાણકારી પ્રામાણે જ્યના સીએમ યોગી આદિત્યનાથે મંગળવારે  બકરીદ અને કાવડ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને અનેક સૂચનાઓ આપી હતી.અને તેનું પાલન કરવા જણઆવ્યું હતું.

રાજ્યની યોદી સરકારે 4 જુલાઈથી શરૂ થનારી કંવર યાત્રાના રૂટ પર ખુલ્લામાં માંસના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. આગામી તહેવારોની તૈયારીઓને લઈને સીએમ યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પોલીસ કમિશનર, ડિવિઝનલ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકો સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

આ પણ રાજ્યની સરકારે કાવડયાત્રાના દિશા નિરર્દેશ જારી કરવાને લઈને બેઠક યોજી હતી જેમાં  કેટલાક તિક્ષ્ણ હથિયારો પર પ્રતિબંધ જાહેર કર્યો છે.ઉલ્લેખનીય છે કે 4 જુલાઈના રોજથી કાવડ યાત્રાનો આરંભ થઈ રહ્યો છે ત્યારે યુપીની સરાકર અત્યારથી સખ્ત બની છે .

પ્રા્પત વિગત પ્રમાણે સરકારે યુપીમાં કાવજ યાત્રાને લઈને  કેટલાક નિયંત્રણો લાદ્યા છે. અગ્ર સચિવ ગૃહ સંજય પ્રસાદે આ મામલે જણાવ્યું હતું કે કાણવડ યાત્રામાં કણવડ અને ભાલા કે ત્રિશુલ વગેરેને બાર ફૂટથી ઊંચે લઈ જવા દેવામાં આવશે નહીં. આ સહીત રસ્તા પરથી યાત્રા પસાર થતા અશલીલ ગીતો વગાડવા પર પણ પ્રતિબંધ  પ્રતિબંધ રાખ્યો છે.

આ સહીત આ વર્ષે  કાવડિયાઓની બોર્ડર પર તપાસ કરવામાં આવશે જેથી તેઓ પોતાની સાથે ભાલો, ત્રિશુલ કે કોઈપણ પ્રકારનું હથિયાર ન લઈ જઈ શકે. તેમના આઈડી કાર્ડની પણ તપાસ કરવામાં આવશે. આ બધા પછી જ કાવડ રૂટના કાવડિયાઓને પ્રવેશ અપાશે ત્યારે હવે આ માર્ગ પર માસનું વેંચાણ પર ખુલ્લામાં કરી શકાશે નહી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code