
જુનાગઢના વંથલી તાલુકાના સાંતલપુર ગામે પરિવારના સભ્યોનો સામુહિક આપઘાત, 3ના મોત
જૂનગાઢઃ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. સાંતલપુર ગામમાં રહેતા પરિવારે પોતાની વાડીએ જ ઝેરી દવા પી લેતા પતિ,પત્ની અને પુત્રનું મોત થયું હતુ. જ્યારે પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. બનાવનું કારણ હજુ જાણવા મળ્યું નથી. બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. આ બનાવથી નાના એવા સાંતલપુર ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢ-વંથલીના સાંતલપુર ગામે એક જ પરિવારના માતા-પિતા તેમજ દીકરા- દીકરીએ ઝેરી દવા પીધી હતી. ઝેરી દવા પી લેતા માતા પિતા તેમજ પુત્રનુ મોત થયું હતુ. જ્યારે દીકરીની સારવાર ચાલી રહી છે. આ બનાવમાં આત્મહત્યા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી. આ પરિવારને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલમાં દીકરીની સારવાર ચાલી રહી છે. જ્યારે તેમના માતા પિતા અને ભાઈનું મોત નિપજ્યું હતુ. મૃતકના નામ વિકાસભાઈ રમણિકભાઈ દુધાત્રા, હીનાબેન વિકાસભાઈ દુધાત્રા, અને મનન વિકાસભાઈ દુધાત્રા હોવાનું જાણવા મળ્યું છે .જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી દીકરીનું નામ હેપી દુધાત્રા છે.
આ મામલે ડીવાયએસપી બી.સી.ઠક્કરે જણાવ્યું હતું કે, એક જ પરિવારના ચાર લોકોએ ઝેરી દવા પી લઈ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એકની સારવાર ચાલી રહી છે. પોલીસે કહ્યું હતું કે, આ બનાવના કારણની તપાસ કરવામાં આવી રહી છે.