
અમદાવાદઃ સેન્ટ ઝેવિયર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજથી એટલે કે તા. 20મી નવેમ્બરથી ત્રિદિવસીય ગુજરાત ગણિત મંડળનું 60મું વાર્ષિક અધિવેશન યોજાશે. આ અધિવેશનમાં 400 જેટલા ગણિતજ્ઞો ભાગ લેશે. આ અધિવેશનમાં કેટલાક રિસર્ચ પેપેર પણ રજુ કરવામાં આવશે. તેમજ ચર્ચા અને ગોષ્ઠિનું આયોજન પણ કરાયું છે.
ગુજરાત ગણિત મંડળનું ત્રણ દિવસીય 60મું અધિવેશન સેન્ટ ઝેવિયર્સ કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાશે. જેનું ઉદ્ધાટન આજે તા.21મી નવેમ્બરને મંગળવારના રોજ સવારે 9-00 કલાકે થશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.નીરજા.એ.ગુપ્તા તથા અતિથિ વિશેષ તરીકે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનના કુલપતિ ડો.હર્ષદ.એ.પટેલ ઉપસ્થિત રહેશે. ત્રિદિવસીય અધિવેશનમાં સમગ્ર ગુજરાતમાંથી આશરે 400 જેટલા ડેલિગેટસ ભાગ લેશે. ત્રણેય દિવસ દરમિયાન ગણિતના તજજ્ઞ શિક્ષકો શાળા-કોલેજ તથા સામાન્ય વિભાગમાં પોતાના વક્તવ્યો/રિસર્ચ પેપર રજૂ કરશે તથા ચર્ચા ગોષ્ઠિ ગણિત પ્રદર્શન પણ યોજાશે. બહારગામથી પણ ગણિત વિષયના નિષ્ણાતો ભાગ લેવા માટે આવી રહ્યા છે. કેટલાક પ્રાધ્યાપકોએ રિસર્ચ પેપર તૈયાર કર્યા છે. જે રજુ કરવામાં આવશે. તેમજ જુદા જુદા વ્યક્તવ્યો અને ત્યારબાદ ગોષ્ઠિ-ચર્ચા પણ યોજાશે
અત્રે ઉલ્લેખનિય છે. કે, અમદાવાદ ગણિત મંડળની સ્થાપના 1956માં પ્રા.પી.સી.વૈદ્ય દ્વારા કરવામાં આવી હતી. તેના સભ્યો શાળા-કોલેજ કક્ષાથી લઇને યુનિવર્સિટી કક્ષાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા ગણિતમાં રસ લેતા સૌ કોઇ સભ્યો છે. અમદાવાદ ગણિત મંડળ તથા ગુજરાત ગણિત મંડળ રાજય કક્ષાએ શાળા-કોલેજ કક્ષાના વિવિધ કાર્યક્રમો યોજી ગણિતને લોકપ્રિય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.