1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભડકાઉ ભાષણના મામલે મૌલાનાની કચ્છ પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા
ભડકાઉ ભાષણના મામલે મૌલાનાની કચ્છ પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા

ભડકાઉ ભાષણના મામલે મૌલાનાની કચ્છ પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા

0
Social Share

ભૂજઃ મુબઈનો મૌલાના મુફ્તિ સલમાન અઝહરી કોમી વૈમનસ્ય ભડકાઉ ભાષણો આપવા માટે જાણીતો છે. મૌલાનાએ જુનાગઢમાં આપેલા ભાષણને લીધે એટીએસ અને જુનાગઢ પોલીસે મુંબઈથી ધરપકડ કરીને હતી. મૌલવીને જુનાગઢ કોર્ટે જામીન આપ્યા બાદ કચ્છ પોલીસે એક કેસમાં મૌલાનોની ધરપકડ કરી હતી. કચ્છના સામખીયાળીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના મુફ્તિ સલમાન અઝહરી સામે ગુનો નોંધાયા બાદ ગુરૂવારે ભચાઉ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભચાઉ કોર્ટમાં મૌલાનાને રજૂ કરાતા કોર્ટ આસપાસ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ભચાઉ તાલુકાના સામખીયાળી સ્થિત ગુલશને મોહમ્મદી ટ્રસ્ટના મદરેસા નજીક ગત તા.31ના તકરીરનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મૌલાના મુફ્તી અઝહરી મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યો હતો, જે દરમિયાન તેમની ઉપર ભડકાઉ ભાષણનો આરોપ લાગ્યો હતો. જૂનાગઢના કેસમાં મૌલાનાને જામીન મળતા કચ્છ પોલીસ દ્વારા મૌલાનાનો કબજો મેળવી સામખીયાળીમાં નોંધાયેલા ગુના મામલે ગુરૂવારે ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસ દ્વારા મૌલાનાના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. આ મામલે બંને પક્ષના વકીલોની દલીલ બાદ કોર્ટે મૌલાનાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ભડકાઉ ભાષણ મામલે ગુરૂવારે  મુફ્તી અઝહરીને ભચાઉ કોર્ટમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. સંવેદનશીલ મામલાની ગંભીરતા જોતા ભારે પોલીસ દળ કોર્ટ પરિસરની આસપાસ તહેનાત કરવામાં આવ્યો છે. ભચાઉ બાયપાસ માર્ગે આવેલી કોર્ટ કચેરીના માર્ગે અન્ય વાહન વ્યહવાર માટે બંધ કરાયો હતો. અને 15 થી વધુ પોલીસવાન અને 150 જેટલા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોવા મળી હતા. બીજી તરફ મુફતી અઝહરીના સમર્થકો પણ મોટી સંખ્યામાં કોર્ટ બહાર જોવા મળી રહ્યા હતા.

સામખીયાળીમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમની મંજૂરી મેળવનારા શિક્ષક સામે પણ પોલીસે નિયમભંગની કલમો તળે ગુનો નોંધી અટક કરી હતી અને સામખીયાળીમાં ઘટનાસ્થળે પોલીસ દ્વારા આરોપી સાથે રીકન્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. પંચનામાંની પ્રક્રિયા બાદ શિક્ષકને ભચાઉ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code