
મળો રંગમંચ પર અનેક કઠીનાઈ વેઠીને પોતાનું સ્થાન બનાવનારી આ 5 મહિલાઓને ,આજે રંગમંચના ચર્ચિત નામોમાં સામેલ
આજકાલ ટેસિવિઝન અને ઓટીટીનો જમાનો આવ્યો છે,જો કે વર્ષો પહેલા અથવા તો દાયકો પહેલા જ્યારે મનોરંજન માટે આવા સાધનોનું અસતિત્વ નહોતું ત્યારે દર્શકો નાટકો દ્રારા મનોરંજન મળવતા હતા, ખાસ કરીને વાચત કરીએ તો રંગમંચની, અહી અનેક કલાકારો પોતાની કલાથી દર્શકોને મનોરંજન પુરુ પાડતા , તો સમાજ અને દેશને સારા સંદેશ ાપતા જો કે ઘીમે ઘીમે હવે રંગ મંચનું મહત્વ ઓછુ થી રહ્યું છે ત્યારે આજે એવી મહિલાઓ વિશે જાણીશું કે જેમણે એથાગ મહેનત ,સાહસ અને કઢીનાઈ વેઠીને રંગમંચની દુનિયામાં આગવું સ્થઆન બનાવ્યું છે.
આ મહિલાઓને શરૂઆતમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જો કે સમય જતા તેઓને સફળતા પણ મળી ખરી, આજે મહિલા થિયેટર વર્કર્સ માત્ર થિયેટરોમાં અભિનય જ નથી કરતી પણ નાટકો દિગ્દર્શનનું કામ પણ ખૂબ જ સારી રીતે કરી રહી છે.
હેમા સિંહ – પ્રખ્યાત હિન્દી કવિ રઘુવીર સહાયની તેઓ પુત્રી છે,જેમને બાળપણથી જ નાટકો જોવાનો અને કોસ્ચ્યુમ તથા માસ્ક બનાવવાનો શોખીન હતો. તેઓ નાટકોનું નિર્દેશન કરે છે. તેમને NSDમાં 19 વર્ષ સેવા આપી છે. થિયેટર વર્કર હોવાને કારણે તે પોતાના નાટકમાં મહિલાઓના વિચારો રજૂ કરે છે અને માર્ગદર્શક તરીકે પુરુષોની નજરે પણ પણ જુએ છે.
પ્રખ્યાત કવિ-પત્રકાર રઘુવીર સહાયની પુત્રી, એક ઉચ્ચ સાહિત્યિક અને સંસ્કારી પરિવારમાંથી આવતા, હેમાએ તેની માતા પાસેથી સંગીત શીખ્યું, જેઓ પોતે એક વ્યવસાયિક રીતે પ્રશિક્ષિત સંગીતકાર હતા અને તેણીની પ્રતિભાશાળી બહેનો નંદિની અને મંજરી જોશીની કંપનીમાં તેણીની કુશળતાને સન્માનિત કરી.નૌટંકી, જાત્રા, સ્વાંગ, નક્કલ, પારસી થિયેટર, વગેરેની પરંપરાઓમાંથી શીખીને, તેની નિરર્થકતામાંથી મુક્ત થવું જોઈએ અને આપણા મૂળ તરફ ફેલાવવું જોઈએ. નવીન સ્ક્રિપ્ટ લેખન, સ્ટેજક્રાફ્ટ, સેટ ડિઝાઇનિંગ, વૉઇસ અને બૉડી મોડ્યુલેશન ક્ષેત્રમાં આગળ છે.
શોભા – આ નામ પણ મહત્વનું છે, થિયેટર વર્કર શોભા 22 વર્ષથી થિયેટરના કાર્યોમાં પોતાની જાતને વ્યસ્ત રાખી રહ્યા છે. કૉલેજમાં હતા ત્યારે શેરી નાટકો કરવાથી તેમનો થિયેટરમાં રસ વધ્યો ત્યારે તે એક ખાનગી થિયેટર ગ્રુપમાં જોડાયા અને પછી ક્યારેય વળીને ન જોયું. શોભાએ સાહિત્ય કલા પરિષદની થિયેટર રેપર્ટરીમાં નોકરી કરી. શ્રીરામ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સમાં તમામ નાટકોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી. 2013માં શોભા કિંગડમ ઓફ ડ્રીમ્સમાં જોડાયા હતા અને હવે તેઓ. શોભા ફ્રીલાન્સ અને અમિત ભદાના સાથે કાર્ય કરી રહ્યા છે.
ગૌરી દેઓલ – છેલ્લા 13 વર્ષથી દિલ્હીમાં થિયેટર કરી રહેલી ગૌરી દેવલે બાળપણમાં મહારાષ્ટ્રમાં જ આ ક્ષેત્રમાં પગ મૂક્યો હતો. પૂણેથી ડ્રામામાં સ્નાતક થયા અને માસ્ટર્સ માટે NSD દિલ્હી આવ્યા. ગૌરીએ યુનિકોર્ન એક્ટર્સ સ્ટુડિયો નામની સંસ્થાની સ્થાપના કરી. તે પોતે થિયેટરમાં અભિનય અને દિગ્દર્શન બંને કરે છે.
શ્રુતિ મિશ્રા – શ્રુતિ મિશ્રા થિયેટર આર્ટિસ્ટ જયપુરના વતની છે. દિલ્હી આવ્યા બાદ તેમણે શ્રી રામ સેન્ટરની રેપર્ટરીમાં કામ કર્યું. 6 વર્ષ સુધી NSDની રેપર્ટરીમાં A ગ્રેડ કલાકાર તરીકે કામ કર્યું. હાલમાં તે ફ્રીલાન્સ થિયેટર કરી રહ્યા છે. તેઓ લગભગ 18 વર્ષથી થિયેટર સાથે જોડાયેલા રહ્યા છે
નિધિ મિશ્રા – વર્ષ 2002માં એનએસડીમાંથી પાસ આઉટ થયેલી નિધિ મિશ્રાએ એનએસડીના થિયેટરમાં કામ કર્યું હતું. બાદમાં તેણે મુંબઈમાં થિયેટર કરવાનું શરૂ કર્યું. નાના શહેરોની મહિલાઓ માટે મોટા શહેરોમાં થિયેટરમાં આવવું સરળ નથી તે વાત તેઓ જાણતા હતા છતા સંઘર્ષ કરીને અહી પહોંચ્યા. તેઓ માને છે કે જ્યાં સુધી થિયેટર શિક્ષણનો ભાગ નહીં બને ત્યાં સુધી સામાન્ય માણસ તેનું મહત્વ સમજી શકશે નહીં.