
મેલિન્ડા ગેટ્સ સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાને મળ્યા,ભારતના કોવિડ મેનેજમેન્ટની કરી પ્રશંસા
દિલ્હી:આંતરરાષ્ટ્રીય ગૈર સરકારી સંગઠન બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સએ સોમવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાને મળ્યા અને ભારતના કોવિડ મેનેજમેન્ટ અને રસીકરણ અભિયાનની પ્રશંસા કરી.
ગેટ્સે ભારતની સફળ કોવિડ-19 રસીકરણ ઝુંબેશ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા અને મહામારીના સંચાલનમાં સરકારના વ્યાપક પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના ઘણા કાર્યક્રમો અને નીતિ પહેલોની પણ પ્રશંસા કરી, જેણે વિકાસમાં વધારો કર્યો છે અને મહિલાઓ અને યુવતીઓ માટે પહેલા કરતાં વધુ તકો પૂરી પાડી છે.
Wonderful meeting with @MelindaGates. Happy to note her enthusiasm and efforts in the field of health, sanitation, gender equity, and digital agenda directed towards making our planet a healthier & better place. pic.twitter.com/4XQKK6Fg2Z
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 5, 2022
માંડવિયા અને ગેટ્સે આયુષ્માન ભારત હેઠળ સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવા અને ડિજિટલ સ્વાસ્થ્ય મિશન પર વિશેષ ભાર સાથે દેશના મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય ક્ષેત્રના સુધારાની સંભાવનાઓ અને નવી તકોની વિસ્તૃત ચર્ચા કરી.તેઓએ G-20ના સંદર્ભમાં વૈશ્વિક જાહેર આરોગ્ય માટે ભારતીય રસી ઉત્પાદન અને ડિજિટલ સિસ્ટમનો લાભ લેવાની તકો અંગે પણ ચર્ચા કરી હતી.
આ પ્રસંગે ‘ગ્રાસરૂટ સોલ્જર્સઃ રોલ ઓફ આશા અને એએનએમ ઇન ધ કોવિડ-19 પેન્ડેમિક મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા’ રિપોર્ટનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.આ રિપોર્ટ ભારતની મહામારીના પ્રતિભાવ વ્યૂહરચનામાં આશા અને એએનએમના અનુભવ અને નિર્ણાયક ભૂમિકા અને દેશના દૂરના વિસ્તારોમાં નિયમિત આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાનું વ્યાપક દસ્તાવેજીકરણ છે.