1. Home
  2. ગુજરાતી
  3. MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારે ખોલ્યો ખજાનો, હવે મનરેગા મજૂરોને મળશે વધુ નાણાં
MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારે ખોલ્યો ખજાનો, હવે મનરેગા મજૂરોને મળશે વધુ નાણાં

MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારે ખોલ્યો ખજાનો, હવે મનરેગા મજૂરોને મળશે વધુ નાણાં

0
Social Share

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના એટલે કે મનરેગા હેઠળ કામ કરનારા શ્રમિકોને મોટી ભેંટ આપી છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા મોટું એલાન કરતા સરકારે મનરેગા મજૂરી દરને 3થી 10 ટકા વધાર્યો છે. એટલે કે હવે મનરેગાના મજૂરોને વધુ નાણાં મળશે. આના સંદર્ભે ગુરુવારે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે.

પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પહેલા નાણાંકીય વર્ષ 2023-25 માટે મજૂરીના દરમાં આ વધારો 1 એપ્રિલ, 2024થી લાગુ થશે. સરકારી નોટિફિકેશન પર નજર કરીએ તો ઉત્તર પ્રદેસ અને ઉત્તરાખંડમાં મજૂરી દરમાં સૌથી ઓછો 3 ટકાનો વધારો કર્યો છે. જ્યારે ગોવામાં સૌથી વધારે 10.6 ટકા મજૂરી દર વધારાયો છે. ગોવામાં જ્યાં મજચૂરી દરમાં 34 રૂપિયા પ્રતિ દિવસ વધારવામાં આવ્યા છે. જ્યારે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં 7 રૂપિયા પ્રતિ દિવસ મજૂરી દર વધારવામાં આવ્યો છે.

મનરેગા પ્રોગ્રામની શરૂઆત 2005માં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. આ રોજગાર ગેરેન્ટી યોજના છે અને તેના હેઠળ સરકારે એક લઘુત્તમ વેતન નક્કી કર્યું છે, જેના પર ગ્રામીણ ક્ષેત્રોમાં લોકોને કામ પર રાખ્યા છે. તેમાં તળાવ, ખાટા ખોદીને નાળિયા બનાવવા સુધીના કામ સામેલ છે. તેમાં વર્ષભરમાં 100 દિવસની રોજગાર ગેરેન્ટી આપવામાં આવે છે.

ગત 1 ફેબ્રુઆરી, 2024ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવેલા મોદી સરકારના વચગાળાના બજેટ દરમિયાન સરકારે મનરેગાનું બજેટ વધારવાનું એલાન કર્યું હતું. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણ દરમિયાન ક્હ્યું હતું કે નાણાંકીય વર્ષ 2024-25 માટે મનરેગા બજેટ અનુમાનને વધારીને 86 હજાર કરોડ રૂપિયા કરી દીધું છે અને તેના પહેલા નાણાંકીય વર્ષ 2023-24 માટે મનરેગા બજેટનું અનુમાન 60 હજાર કરોડ રૂપિા કરવામાં આવ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે કેન્દ્રની મોદી સરકારે નાણાંકીય વર્ષ 2023-24 માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના એટલે કે મનરેગા હેઠળ મજૂરીના દરોમાં સંશોધનને લઈને ગત વર્ષ 24 માર્ચ, 2023ના રોજ નોટિફિકેશન જાહેર કર્યું હતું. તે સમયે મજૂરીના દરો 7 રૂપિયાથી લઈને 26 રૂપિયા સુધી સંશોધિત કરવામાં આવ્યા છે. ગત વર્ષના નોટિફિકેશન પ્રમાણે, મજૂરીના દરોમાં સૌથી વધારે વૃદ્ધિ રાજસ્થાનમાં કરવામાં આવી હતી અને અહીં સંશોધિત વેતન 231 રૂપિયાથી વધારીને 255 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ્સનું માનીએ તો  ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન અસમાન મોનસૂનને કારણે મનરેગા હેઠળ રોજગારની માગણીમાં વધારો જોવા મળી રહ્યો છે. આ દ્રષ્ટિથી લોકસભા ચૂંટણીના પહેલા સરકારનો મજચૂરી વધારવાનો આ નિર્ણય મનરેગાથી જોડાયેલા કરોડો લોકો માટે એક મોટી ભેંટ છે. મનરેગાની મજૂરીના દરોમાં આ ચૂંટણી વર્ષમાં કરવામાં આવેલા સમાન જ વર્ષ 2019માં પણ કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો હતો.

આ સિવાય પશ્ચિમ બંગાલમાં મજૂરી દર 5.5 ટકા વધારો કરાયો છે. એનઆરઈજીએસ મજૂરીનો ઉચ્ચત્તમ સ્તર 374 રૂપિયા પ્રતિ દિવસ હરિયાણા માટે નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે સૌથી ઓછો 234 રૂપિયા પ્રતિ દિવસ અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ માટે નક્કી કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, જે એનઆરઈજીએસ હેઠળ સમાન મજૂરી દર શેયર કરે છે, આ રાજ્યોમાં દરમાં લગભગ 10 ટકા વધારો કરવામાં આવ્યો છે અને અહીં મજૂરી હાલની 221 રૂપિયાથી વધારીને 243 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવી છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ એનઆરઈજીએસ મજૂરીમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ટીએમસીના નેતા સાકેત ગોખલેએ સરકારના નિર્ણયને લઈને કહ્યુ છે કે આ શર્મનાક અને ચોંકાવનારી વાત એ છે કે આજે મનરેગા માટે ઘોષિત વેતન સંશોધનમાં મોદી સરકારે બંગાળના શ્રમિકોની મજૂરીના દરમાં માત્ર 5 ટકાનો વધારો કર્યો છે તેની સરખામણીએ અન્ય રાજ્યોમાં કરવામાં આવેલો વધારો વધુ છે. તેમણે કહ્યુ છે કે સાત હજાર કરોડ રૂપિયાથી વધારે મનરેગા મજૂરીનું લેણું રોક્યા બાદ, બંગાળ વિરોધી ભાજપે ફરીથી પશ્ચિમ બંગાળના લોકોને 5 ટકા મજૂરી વૃદ્ધિની સાથે દંડિત કરીને નિશાન બનવવાનો સહારો લીધો છે, જ્યારે ભાજપ શાસિત રાજ્યોને 10 ટકા સુધીનો વધારો મળ્યો છે. આ બંગાળ પ્રત્યે ભાજપની નફરતનું વધુ એક ઉદાહરણ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code