1. Home
  2. ગુજરાતી
  3. રશિયા સાથે S-400 ડીલ: ભારતે અમેરિકાના વિદેશ પ્રધાનને કહ્યું- અમે તે કરીશું, જે રાષ્ટ્રહિતમાં હશે
રશિયા સાથે S-400 ડીલ: ભારતે અમેરિકાના વિદેશ પ્રધાનને કહ્યું- અમે તે કરીશું, જે રાષ્ટ્રહિતમાં હશે

રશિયા સાથે S-400 ડીલ: ભારતે અમેરિકાના વિદેશ પ્રધાનને કહ્યું- અમે તે કરીશું, જે રાષ્ટ્રહિતમાં હશે

0

બે દિવસની ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એનએસએ અજીત ડોભાલ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી છે. પોમ્પિયોએ વિદેશ પ્રધાન જયશંકર સાથે મુલાકાત દરમિયાન ભારતના રશિયા સાથેના એસ-400 મિસાઈલ સિસ્ટમના સોદા અને અન્ય સંરક્ષણ ડીલ સંદર્ભે વાતચીત કરી છે. તે વખતે ભારતે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે તે કરીશું, જે રાષ્ટ્રના હિતમાં હશે.

બંને વિદેશ પ્રધાનોએ વાતચીત બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તે વખતે એસ. જયશંકરને સવાલ કરવામાં આવ્યો કે અમેરિકાના કાટ્સા કાયદાની અસર ભારતના રશિયા સાથેના એસ-400ના સોદા પર પડશે. તેના જવાબમાં જયશંકરે કહ્યુ હુ કે અમારા ઘણાં દેશો સાથે સંબંધો છે. અમારી ઘણી ભાગીદારી છે અને તેનો ઈતિહાસ છે. અમે તે કરીશું જે અમારા દેશના હિતમાં હશે. તેનો એક હિસ્સો દરેક દેશની સ્ટ્રેટજીક પાર્ટનરશિપ પણ છે. તેના પ્રમાણે અન્ય દેશોના હિતને પણ સમજવા અને વખાણવું જોઈએ.

વિદેશ મંત્રાલય પ્રમાણે, પોમ્પિયોએ મોદીને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તરફથી જીતના અભિનંદન આપ્યા છે. મોદીએ પોમ્પિયોને ક્હયુ છે કે ભારત –  અમેરિકાની સાથે રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા ચાહે છે. અમે દ્વિપક્ષીય સંબંધો દ્વારા વ્યાપાર, ઈકોનોમી, એનર્જી અને સંરક્ષણ મજબૂત કરવા ચાહીએ છીએ. પોમ્પિયોએ ભરોસો આપ્યો હતો કે અમેરિકા પણ ભારત સાથે મળીને કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

રશિયા સાથેની એસ-400 ડીલ અને વ્યાપારીક મુદ્દા પર પોમ્પિયોએ કહ્યુ હતુ કે ક્યારેય એવા કોઈ ભાગીદાર મળ્યા નથી કે જ્યાં અમારી વચ્ચેની બાબતોને ઉકેલવા માટે માર્ગ રહ્યો હોય નહીં. અમે એ પ્રયાસ કરીશું કે પોતાના દેશ માટે સુરક્ષા ઉપલબ્ધ કરાવી શકીએ અને એ પણ ઈચ્છીશું કે ભારત પણ એવું જ કરવામાં સક્ષમ હોય. અમે બંને મુદ્દાને વાસ્તવિક મોકા તરીકે જોઈ રહ્યા છીએ અને હું માનું છું કે અમે સાથે કામ કરી શકીએ છીએ. સાથે જ સંબંધોની આધારશિલા રાખી શકીએ છીએ.

ન્યૂઝ એજન્સીના સૂત્રો મુજબ, પોમ્પિયોએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરીને રાષ્ટ્રીય સુરક્ષા સહીતના મુદ્દાઓ પર ચર્ચા કરી છે. આતંકવાદના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે. પોમ્પિયોએ એચ વન બી વીઝા, રશિયા સાથે એસ-00 મિસાઈળ સોદા સહીત બંને દેશો વચ્ચે ટ્રેડ વોરના મુદ્દાને લઈને વાતચીત કરી છે.

પોમ્પિયો ભારત યાત્રા દરમિયાન જયશંકર સાથે જાપાનના ઓસાકામાં મોદી અને ટ્રમ્પ વચ્ચે થનારી દ્વિપક્ષીય મુલાકાતના એજન્ડાને આખરી ઓપ આપશે. મોદી અને ટ્રમ્પ 28-29 જૂને જી-20 શિખર સમિટમાં સામેલ થવા માટે જાપાનના ઓસાકા જશે. મોદી અને ટ્રમ્પ વચ્ચે બેઠક પણ થવાની છે. જયશંકર અને પોમ્પિયો બેઠકમાં હાજર પણ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.