
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 17 હજારથી વધુ કેસ નોંધાયા – સક્રિયે કેસનો આકંડો 1 લાખને પાર પહોંચ્યો
- દેશમાં કોરોનાનો કહેર
- 24 કલાકમાં 17 હજારથી વધુ કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવી રહ્યો છે,રોજેરોજ નોંધાતા કેસ હવે 15 હજારને પાર પહોચ્યા છે,આ સાથએ જ સક્રિય કેસો પણ સતત વધતા જ જઈ રહ્યા છે.હવે સક્રિય કેસોની સંખ્યા પણ લાખને પાર થઈ ચૂકી છે,એક બાજૂ કોરોનાના વધતા કેસોએ ચિંતા પણ વધારી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના સંક્રમણના 17 હજાર 70 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 23 લોકોએ જીવ ગુમાવ્યા છે. , જ્યારે દૈનિક હકારાત્મકતા દર 3.4 ટકા છે.
જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કુલ 16 હજાર 862 નવા કેસ નોંધાયા છે,આ સાથે જ કોરોનાના 23 સંક્રમિત દર્દીઓને પોતાના જીવ ગુમાવ્યા છે.
જો સાજા થનારા લોકોની વાત કરીએ તો 14 હજાર 297 દર્દીઓ સાજા થયા છે. બુધવારની સરખામણીમાં ગુરુવારે કોરોનાના નવા કેસોમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
દેશમાં સક્રિય કેસોની જો વાત કરીએ તો આ સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે. હાલમાં 1.05 લાખ કોરોના સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. બુધવારે આ આંકડો 1.02 લાખથી વધુ હતો. અગાઉ, 27 ફેબ્રુઆરીએ, છેલ્લી વખત, સક્રિય કેસોની સંખ્યા 1 લાખથી વધુ હતી.