
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 16 હજારથી વધુ કેસ નોંધાયા – સક્રિય કેસો પણ વધ્યા
- 24 કલાકમાં 16 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા
- હવે સક્રિય કેસો પણ 1.30 લાખને પાર
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના દૈનિક કેસોની સંખ્યા વધતી જોવા મળી રહી છે, સાથે જ હવે એક્ટિવ કેસો પણ દોઢ લાખ થવાને આરે પહોચ્યા છે ત્યારે રોજેરોજ હવે 15 હજારથી પણ વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.
જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન દેશભરમાં 16 હજાર 248 જેટલા નવા કેસ નોંધાયા હતા. ગત દિવસની સરખામણીએ આ કેસમાં 1 હજાર 528 કેસ ઓછા જોવા મળ્યા છે.
જો હાલ સસક્રિય કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યાની વાત કરવામાં આવે તો તે હવે વધીને 1 લાખ 29 હજાર 141 થઈ ગઈ છે. 24 કલાકમાં કોરોનાથી મૃત્યુઆંક 41 થી ઘટીને 26 પર આવી ગયો છે.આ સાથે જ દૈનિક પોઝિટિવિટી રેટ 5.99 ટકા જોવા મળે છે.
દેશમાં એક્ટિવ કેસ 1, લાખ 30 હજાર 713 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,454 થયો છે. અત્યાર સુધીમાં 4,29,83,162 લોકો કોરોનાથી સાજા થયા છેદેશમાં રસીકરણનો આંક 198,88,77,5378 પર પહોચી ગયો છે, જેમાંથી માત્ર વિતેલા દિવસે જ 11,44,145 ડોઝ આપાયા છે.