મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘લાઈગર’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ – ‘લાયન ઓર ટાઈગર કી ઓલાદ હે …. ક્રોસ બ્રીડ હૈ મેરા બેટા’ શાનદાર ડાયલોગ્સ અને એક્ટિંગથી ભરપુર
- અનન્યા પાંડે અને વિયજ દેવરંકોંડા સ્ટારવ ફિલ્મ લાઈગર
 - આ ફિલ્મનું આજે ટ્રેલર રિલીઝ કરાયું
 - દર્શકો ઘણા સમયથી આ ફિલ્મની જોઈ રહ્યા છે રાહ
 
મુંબઈઃ- બોલિવૂડ ફઇલ્મ લાઈગરની દર્શકો છેલ્લા ઘણા સમયથી આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે,અનન્યા પાંડે અને સાઉથના સુપર સ્ટાર વિજય દેવરકોંડા સ્ટાટર ફિલ્મ ઘણા મોટા બેજટમાં બનાવવામાં આવી છે ત્યારે આજરોજ ગુરુવાર સવારે આ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, દર્શકો આ ટ્રેલર જોઈને ફિલ્મ જોવા મહવે વધુ ઉત્સુક બન્યા છે.
આ ફિલ્મ દ્વારા સાઉથનો સ્ટાર વિજય દેવેરાકોંડા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં વિજય સાથે અનન્યા પાંડે લીડ રોલમાં જોવા મળી છે. આ ટ્રેલર મુંબઈ અને હૈદરાબાદમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી.અને ટ્રેલરની રિલીઝ ટેડ પહેલા જ જાહેર કરી દેવામાં આવી હતી.
અહીં જૂઓ ફિલ્મ “લાઈગર’નું ધમાકેદાર ટ્રેલર
ટ્રેલરની શરૂઆત વિજય સાથે થાય છે જ્યારે તે રિંગમાં કુસ્તી કરવા માટે જતો જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે કે , એક લાયન ઓર ટાઈગર કી ઓલાદ હે …. ક્રોસ બ્રીડ હૈ મેરા બેટા,,,,,,,,શાનદાર ડાયલોગ્સ સાથે ટ્રલરની શરુઆત જોવા મળી છે.આ અવાજ સાથે ફિલ્મમાં વિજયની માતાની ભૂમિકા ભજવનાર રામ્યા કૃષ્ણનની ઝલક જોવા મળે છે.
ફિલ્મના આ ટ્રેલરમાં લાઈરની બોક્સર બનવાની આખી સફર બતાવવામાં આવી છે. કેવી રીતે તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનન્યા અને વિજય વચ્ચે રોમેન્ટિક કેમિસ્ટ્રી પણ જોવા મળી છે.ફઇલ્મમાં બન્નેનો રોમાન્સ પણ જોવા મળશે,આ ફિલ્મમાં વિજયની માતાની પણ શાનદાર એક્ટિંગ જોવા મળી છે તો સાથે અનન્યા પાંડે એ પણ દર્શકોના દીલ જીત્યા છે.
આ ટ્રેલર શાનદાર સ્ટંટથી ભરેલું છે. વિજયનો આ અવતાર ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે ટ્રેલર જોતા ફિલ્મ જોવાની સૌ કોઈની ઈચ્છા થાય છે. ટ્રેલરમાં માઇક ટાયસન પણ જોવા મળ્યો છે.ફિલ્મ વિશે વાત કરીએ તો, લાઈગર એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે અને તેનું નિર્દેશન પુરી જગન્નાધ દ્વારા કરવામાં આવ્યું છે.
આ ફિલ્મની ખાસ વાત એ છે કે એક તરફ તે આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે તો બીજી તરફ અનન્યા તેલુગુમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર, પુરી જગન્નાથ અને ચાર્મી કૌર દ્વારા કરવામાં આવ્યું છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

