1. Home
  2. ગુજરાતી
  3. પ્રભાસના જન્મદિવસ પર ‘રાધે શ્યામ’ નું મોશન પોસ્ટર રીલીઝ થશે
પ્રભાસના જન્મદિવસ પર ‘રાધે શ્યામ’ નું મોશન પોસ્ટર રીલીઝ થશે

પ્રભાસના જન્મદિવસ પર ‘રાધે શ્યામ’ નું મોશન પોસ્ટર રીલીઝ થશે

0
Social Share
  • પ્રભાસના જન્મદિન પર ફેંસને મળશે ભેટ
  • રાધેશ્યામનું મોશન પોસ્ટર થશે રીલીઝ
  • રાધેશ્યામ એક મોટા બજેટની ફિલ્મ છે
  • ફિલ્મ 2021 માં થિયેટરોમાં થશે રીલીઝ

બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ ફેમ પ્રભાસ ટૂંક સમયમાં ફિલ્મ ‘રાધે શ્યામ’માં જોવા મળશે. તેને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ મૂવીને લઈને નવી જાણકારી સામે આવી છે કે, 23 ઓક્ટોબરના રોજ તેમનું મોશન પોસ્ટર રિલીઝ થવા જઈ રહ્યું છે.અને તે દિવસે પ્રભાસનો જન્મદિવસ પણ છે. તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર પણ શેર કરી છે,જે વાયરલ થઈ રહી છે.

આ તસ્વીરમાં લખ્યું છે કે, ” બીટ્સ ઓફ રાધેશ્યામ 23 ઓક્ટોબર.” તો, કેપ્શનમાં લખ્યું છે કે, “રાધે શ્યામની બીટ્સને અનુભવો .. 23 ઓક્ટોબરે…મોશન પોસ્ટર દ્વારા.”

‘રાધેશ્યામ’એક મોટા બજેટની ફિલ્મ છે અને તે વર્ષ 2021 માં થિયેટરોમાં રિલીઝ થશે. પ્રભાસ અભિનિત આ ફિલ્મમાં પૂજા હેગડે, ભાગ્યશ્રી, મુરલી શર્મા, સચિન ખેડેકર, પ્રિયદર્શી, સાશા છેત્રી, કૃણાલ રોય કપૂર અને સથ્યનની જેવા કલાકારોની ટુકડી જોવા મળશે.
‘રાધેશ્યામ’નામની આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે,જે ગુલશન કુમાર અને ટી-સિરીઝે પ્રસ્તુત કર્યું છે. પ્રભાસ અને પૂજા હેગડેનો ફર્સ્ટ લુક યુવી ક્રિએશન્સ દ્વારા નિર્માણિત આ ફિલ્મથી રિલીઝ થયો હતો. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર,વામસી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે.

આ ફિલ્મ સિવાય પ્રભાસ ફિલ્મ તાનાજી : ધ અનસંગ વોરિયરના દિગ્દર્શક ઓમ રાઉત સાથે ‘આદિપુરુષ’નામની 3 ડી ફિલ્મમાં કામ કરવાની તૈયારીમાં છે, જેનું શૂટિંગ હિન્દી અને તેલુગુ બંને ભાષાઓમાં કરવામાં આવશે અને બાદમાં તમિલ,મલયાલમ,કન્નડ અન્ય ભાષાઓમાં ડબ કરવામાં આવશે.

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, અભિનેત્રી દીપિકા પાદુકોણ બહુભાષી ફિલ્મમાં તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. આ ફિલ્મ હાલમાં શીર્ષક વિનાની છે, જે વર્ષ 2022 માં રિલીઝ થશે. આ બહુભાષી ફિલ્મ દક્ષિણ ભારતીય પ્રોડક્શન હાઉસ વૈજયંતી મૂવીઝ દ્વારા બનાવવામાં આવી રહી છે, જે ‘મેહનતી’, ‘અગ્નિ પર્વતમ’ અને ‘ઇન્દ્ર’ જેવી ફિલ્મો માટે પ્રખ્યાત છે.

દેવાંશી-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code