1. Home
  2. ગુજરાતી
  3. ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય ‘સાથે પીએમ મોદીની આગેવાની હેઠળ નવી સંસદમાં સાંસદોએ કર્યો પ્રવેશ
‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય ‘સાથે પીએમ મોદીની આગેવાની હેઠળ નવી સંસદમાં સાંસદોએ કર્યો પ્રવેશ

‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય ‘સાથે પીએમ મોદીની આગેવાની હેઠળ નવી સંસદમાં સાંસદોએ કર્યો પ્રવેશ

0

દિલ્હીઃ- આજથી નવા સંસદનો સફર શરુ થવા જઈ રહ્યો છે સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે ત્યારે પીએમ મોદીની આગેવાની હેઠળ તમામ સાંસદો સાથે નવા પરિસરમાં પ્રવેશી ચૂક્યા છે અહી 850થી વઘુ લોકોને બેઠવાની વ્યવસ્થા જોવા મળી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાનો પીયૂષ ગોયલ, નીતિન ગડકરી અને અન્ય સાંસદો જૂના સંસદ ભવન (બંધારણ ગૃહ) છોડીને નવા સંસદમાં પ્રવેશ્યા છે.

સંસદમાં પ્રવેશ કરતાની સાથે જ સાંસદોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા તમામ લોકોના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે હવેના તમામ લોકતંત્રને લગતા નિર્ણયો આ નવા સંસદમાં લેવામાં આવેશે.ગેટ નંબર 4 થી તમામ લોકો પ્રવેશ્યા હતા.

નવી સંસદ ભવનમાં પ્રવેશતાની સાથે જ સાસંદોએ વંદે માતરમના નારા લગાવ્યા હતા અને નવી સંસદમાં પ્રવેશ કર્યો હતો, તમામ સાંસદો નવી સદનમાં પ્રવેશ કરી ચૂક્યા છે આ સાથે જ ભારત માતા કી જય સાથે તમામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો

LEAVE YOUR COMMENT

Your email address will not be published.