મુંબઈ 26/11 હુમલાનો આતંકી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે, યુએસ કોર્ટે આપી મંજૂરી
- મુંબઈ 26/11 હુમલાનો આતંકી રાણાને ભારત લવાશે
- આ બબાતે હવે યુએસ કોર્ટે આપી મંજૂરી
દિલ્હીઃ-ભારતમાં કરવામાં આવેલ મુંબઈ તાૈજ હોટલ 26-11નો હુમલો યાદ કરતા આજે પણ સૌ કોઈની આંખો નમ થી જાય છે,આ ઘટના ક્યારેય ભૂલી ન શકાય તેવી હતી ત્યારે હવે ઘટનાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે જે પ્રમાણે કેલિફોર્નિયાની એક યુએસ કોર્ટે પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાના 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના સંબંધમાં વોન્ટેડ, ભારતને પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે 10 જૂન, 2020 ના રોજ, ભારતે પ્રત્યાર્પણના દૃષ્ટિકોણથી 62 વર્ષીય રાણાની કામચલાઉ ધરપકડની માંગ કરતી ફરિયાદ નોંધાવી બતી. બાઈડેન વહીવટીતંત્રે રાણાના ભારતમાં પ્રત્યાર્પણને સમર્થન આપ્યું અને મંજૂરી આપી.
એચલે કે હવે મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકી કોર્ટે તહવ્વુરના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. હવે NIA અમેરિકી સરકારના સંપર્કની મદદથી તહવ્વુરને વહેલી તકે ભારત લાવશે.
તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે, જેણે લશ્કરના આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે મળીને 26/11ના હુમલાનું કાવતરું ઘડ્યું હતું. ભારત સરકારની માંગ પર તહવ્વુરની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી.યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયાના યુએસ મેજિસ્ટ્રેટ જજ જેક્લીન ચુલજિયાને તમામ દસ્તાવેજોની સમીક્ષા કરી હતી. તેણે દસ્તાવેજોના આધાર સાથે દલીલો પણ ધ્યાનમાં લીધી. આ પછી, મંગળવારે 16 મે ના રોજ, 48 પાનાના કોર્ટના આદેશમાં, તહવ્વુર રાણાને ભારત મોકલવાની વાત કરાઈ હતી.ન્યાયાધીશ જેક્લીન ચુલજિયાને આદેશમાં લખ્યું છે કે દસ્તાવેજોની સમીક્ષા અને વિચારણાના આધારે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ રાણાના પ્રત્યાર્પણની મંજૂરી આપે છે.