
મુંબઈઃ અભિનેતા રસિક દવેનું નિધન,65 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
- અભિનેતા રસિક દવેનું અવસાન
- 65 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
- 15 દિવસથી હતા હોસ્પિટલમાં દાખલ
મુંબઈ:હિન્દી અને ગુજરાતી શો અને સિરિયલોના પ્રખ્યાત અભિનેતા રસિક દવેનું 65 વર્ષની વયે મુંબઈમાં મોડી રાત્રે અવસાન થયું.તેની કિડની ફેઈલ થઈ ગઈ હતી. તે 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. દવે પ્રખ્યાત ટીવી અભિનેતા હતા.તે સંસ્કાર ધરોહર અપનો કી, CID, ક્રિષ્ના જેવા ઘણા લોકપ્રિય ટીવી શોનો ભાગ રહી ચુક્યા છે. તેમના લગ્ન અભિનેત્રી કેતકી દવે સાથે થયા હતા.
કેતકી અને રસિક રિયાલિટી શો નચ બલિયેમાં પણ દેખાયા હતા અને ઘણા ટીવી શોના ચહેરા રહી ચૂક્યા છે. પ્રોડ્યુસર જેડી મજીઠિયાએ સોશિયલ મીડિયા પર દવેના મૃત્યુની પુષ્ટિ કરી હતી. જેડી દવે સાથે અનેક નાટકોમાં કામ કર્યું છે.
જેડી મજેઠિયાએ જણાવ્યું હતું કે,દવે છેલ્લા ઘણા સમયથી ડાયાલિસિસ પર હતા. તેમને 15 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.કેતકી અને રસિકને રિદ્ધિ અને અભિષેક નામના બે બાળકો છે.
tags:
Actor Rasik Dave